કઠુઆ રેપ કેસ: આરોપીની દીકરીએ કહ્યું કે રેપ નહીં હત્યા થયી છે

Posted By:
Subscribe to Oneindia News

આજે જમ્મુ કાશ્મીરમાં કઠુઆ રેપ કેસ અંગે સુનાવણી થયી. આ દરમિયાન 8 આરોપીઓમાં એક સાંજી રામની દીકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીનો રેપ નહીં પરંતુ મર્ડર થયું છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સાંજી રામની દીકરીએ કહ્યું કે આ એક ષડયંત્ર છે. આ ષડયંત્ર આખી દુનિયા જુએ, આ બાળકી કોઈ હિન્દૂ મુસલમાનની બાળકી નથી, આ બાળકીનો કોઈ બળાત્કાર નથી થયો, તેનું મર્ડર થયું છે. આ મર્ડરની તપાસ સીબીઆઈ કરે ત્યારે જ કેસ ઉકેલાશે, નહીં તો ખાલી નિર્દોષ લોકો જ ફસાશે.

kathua rape case

આ દરમિયાન બધા જ આરોપી અદાલતમાં લાવવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે કઠુઆમાં ફક્ત 8 વર્ષ ની બાળકી સાથે મંદિરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. અદાલતમાં સુનાવણી દરમિયાન પહોંચેલા સાંજી રામે જણાવ્યું કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તેને કહ્યું કે જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો બધું જ સ્પષ્ટ થઇ જાય.

આરોપીઓના વકીલ અંકુર શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોર્ટ ઘ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે ચાર્જશીટની કોપી બધા જ આરોપીઓને આપવામાં આવે. અમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છીએ. હવે આ મામલે આગળની સુનાવણી 28 એપ્રિલે થશે. જ્યાં બીજી તરફ કઠુઆ પીડિતાના પરિવાર પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. તેમને અપીલ કરી છે કે આખા મામલાની સુનાવણી રાજ્યની બહાર કરવામાં આવે.

સાંજી રામે કહ્યું કે તેઓ આ મામલે દોષી હોય તો તેમને જાહેરમાં ફાંસી આપવામાં આવે. સાંજી રામ પરિવાર ઘ્વારા મીડિયાની આલોચના કરતા જણાવ્યું કે પત્રકાર કોઈ પણ જાંચ વિના નિર્ણય આપી રહ્યા છે.

English summary
Daughter of accused Sanji Ram alleges conspiracy in the Kathua Case, demands CBI probe.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.