For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વહુને ઘરમાંથી કાઢી ના શકે સાસુ-સસરા, સંપત્તિમાં છે અધિકારઃ સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ મહિલાઓના પક્ષમાં એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ મહિલાઓના પક્ષમાં એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. અદાલતે કહ્યુ કે વહુને પોતાના સાસુ-સસરાના ઘરે રહેવાનો પૂરો અધિકાર છે, તેને બળજબરીથી સાસરિયા કે સંપત્તિમાંથી કાઢી શકાય નહિ. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મહિલાઓને કોઈને કોઈ રીતે હિંસાનો શિકાર થવુ પડે છે. દેશમાં મહિલાઓ સામે ઘરેલુ હિંસા જેવા ગુના મોટાપાયે થઈ રહ્યા છે.

ત્રણ જજોની બેંચે પલટ્યો 2006નો ચુકાદો

ત્રણ જજોની બેંચે પલટ્યો 2006નો ચુકાદો

તમને જણાવી દઈએ કે ગુરુવારે ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે તરુણ બત્રા કેસમાં બે જજોની પીઠે ચુકાદાને પલટી દીધો છે. ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ પર 2005ના કાયદાને મીલનો પત્થર ગણાવીને ન્યાયાધીશે કહ્યુ કે ઘરેલુ હિંસાની શિકાર મહિલાને તેના પતિના માતાપિતાની સંયુક્ત સંપત્તિ અને રહેણાંક ઘર પર પૂરો અધિકાર છે.

સાસરિયાની પૈતૃક અને સંયુક્ત સંપત્તિ પર વહુનો હક

સાસરિયાની પૈતૃક અને સંયુક્ત સંપત્તિ પર વહુનો હક

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યુ છે કે વહુને પોતાના સાસરિયની પૈતૃક અને સંયુક્ત સંપત્તિમાં રહેવાનો કાનૂની અધિકાર હશે. આ ઉપરાંત પતિ દ્વારા કમાયેલ પૈસાથી બનાવેલ ઘર પર તો પત્નીનો હક હશે જ. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની પીઠે વર્ષ 2006માં એસઆર બત્રા અને અન્યએ તરુણ બત્રા કેસમાં આપેલા ચુકાદાને પલટીને નવો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

ઘરેલુ હિંસા પીડિત મહિલાઓને મોટી રાહત

ઘરેલુ હિંસા પીડિત મહિલાઓને મોટી રાહત

ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં તરુણ બત્રા કેસમાં બે જજોની પીઠે કહ્યુ હતુ કે કાયદામાં વહુ પોતાના પતિના માતાપિતા એટલે કે સાસુ-સસરાની સંપત્તિમાં નહી રહી શકે. આ દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે પત્નીનો માત્ર પોતાના પતિની સંપત્તિ પર અધિકાર હશે નહિ કે સાસુ-સસરાની સંપત્તિ પર. ગુરુવારે આ કેસમાં ફરીથી સુનાવણી કરીને ત્રણ જજોની પીઠે ચુકાદો પલટી દીધો છે. કોર્ટે કહ્યુ કે પતિની અલગ અલગ સંપત્તિમાં જ નહિ પરંતુ સંયુક્ત ઘરમાં પણ વહુનો અધિકાર છે.

ઓરિસ્સાના CM નવીન પટનાયકનો આજે 75મો જન્મદિવસ, 20 વર્ષથી જીતી રહ્યા છે લોકોના દિલઓરિસ્સાના CM નવીન પટનાયકનો આજે 75મો જન્મદિવસ, 20 વર્ષથી જીતી રહ્યા છે લોકોના દિલ

English summary
Daughters-in-law have the right to stay in their in-laws house: SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X