For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તો 'રાખ' થઇ ગયો હશે ડોંડિયા ખેડાનો મહાખજાનો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઉન્નાવ, 28 નવેમ્બર: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ડોંડિયાખેડા ગામમાં રાજા રાવ રામબક્શ સિંહના કિલ્લામાં સોનાના મહાખજાનાને ધનતેરસ પહેલાં નહી કાઢવામાં આવે તો તે 'રાખ' થશે જશે એવી ભવિષ્યવાણી શોભન સરકારે કરી હતી, તો પછી હવે તે પોતે સોનું કાઢવાની જીદ કેમ કરી રહ્યાં છે? હવે તે રાખ થઇ ગયો હશે.

સંત શોભન સરકારના સપનાને સાચુ માનીને કેન્દ્ર સરકારે ઉતાવળ-ઉતાવળમાં ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ (એએસઆઇ)ને કિલ્લાનું ખોદકામ કરવાનો આદેશ આપ્યો હતો એએસઆઇ 18 ઓક્ટોબરથી આ કાર્યમાં જોડાઇ ગઇ હતી. પરંતુ લગભગ બે લાખ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ એએસઆઇના હાથે તૂટેલી બંગડીઓ, કાચના ટુકડા અને માટીના વાસણો સિવાય કંઇ મળ્યું નથી. ખોદકામ દરમિયાન સંત શોભન સરકારના શિષ્ય સ્વામી ઓમજી મહરાજે ભવિષ્યવાણી કરી હતી કે ધનતેરસ પહેલાં ખોદકામ પુરું કરીને સોનું કાઢવામાં નહી આવ્યું તો તે 'રાખ' થઇ જશે. તો પછી હવે ઓમજી અથવા સંતના અન્ય નજીકના લોકો ખોદકામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે? આ એક મોટો સવાલ લોકોના મનમાં પેદા થયો છે.

daundia-khera-unnao

ગત ગુરૂવારે ઓમજી દ્વારા અચાનક જેસીબી મશીન અને તમામ ગ્રામીણોની સાથે કિલ્લાના પરિસરમાં પહોંચવું અને ખોદકામની જીદ કરતાં તણાવભરી સ્થિત પેદા થઇ હતી, જો કે વહિવટીતંત્રને ફરીથી પોલીસબળની ગોઠવણી કરવી પડી હતી. સંત શોભન સરકારે એક અંગત વ્યક્તિ રાજેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે 'સંત શોભન સરકાર દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારને પત્રાચાર કરી ખોદકામ કરવાની પરવાનગી માંગી છે. પરવાનગી મળી તો સોનું કાઢીને દેશને સોંપવામાં આવશે.

જો કે, રાજેશ તિવારી તે પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા કે શોભન સરકારે ધનતેરસ પહેલાં સોનું નહી નિકાળવામાં આવે તો રાખ જવાની ભવિષ્યવાણી કેમ કરી હતી. પરંતુ તેમને કહ્યું હતું કે સંત શોભન સરકારની શરતનો અસ્વિકાર કરવામાં આવતાં એએસઆઇને સોનું ન મળ્યું.

તો બીજી તરફ એએસઆઇના અધિકારી પી કે મિશ્રા જણાવે છે કે કિલાના ખોદકામમાં લગભગ બે લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે અને તેને કોઇ ખાસ સફળતા મળી નથી. ઉપ-જિલાધિકારી વિજયશંકર દુબે જણાવે છે કે ગત ગુરૂવારે ઓમજી દ્વારા જેસીબી મશીન દ્વારા ખોદકામનો પ્રયત્ન કરવાથી તણાવભરી સ્થિતી સર્જાઇ હતી.

સચ્ચાઇ એ નથી કે શોભન સરકારની શરત ન માનવામાં આવતાં અથવા ધનતેરસ પહેલાં કાઢવામાં ન આવતાં સોનું ન મળ્યું. પરંતુ સચ્ચાઇ એ છે કે શોભન સરકારને ઉન્નાવ અને કાનપુર વિસ્તારમાં ગ્રામજનો આંખ બંધ કરીને ભગવાનનો દરજ્જો આપતા હતા, કારણ કે હવે આખા દેશમાં તેમની ટિકા થઇ રહે છે તો તેમના અનુયાયી તેમની પ્રતિષ્ઠા બનાવી રાખવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

English summary
Do you know what would happened to gold treasure in Unnao. According to Shobhan Sarkar its has gone into vein.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X