Davos Agenda: PM મોદી આજે દાવોસ સંવાદને કરશે સંબોધિત, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ લેશે ભાગ
Davos Agenda Summit 2021: PM Narendra Modi attend World Economic Forum: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(ગુરુવાર 28 જાન્યુઆરી 2021) વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દુનિયાના ઉદ્યોગ જગતના 400થી વધુ મોટા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ભારતના વિકાસ સંબંધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સાંજે 5.30 વાગે ભારતીય માનક સમય પર વિશ્વ આર્થિક મંચના દાવોસ સંવાદને સંબોધિત કરશે. છ દિવસીય આ આયોજન 24થી 29 જાન્યુઆરી સુધી ઑનલાઈન આયોજિત કરવામાં આવી રહ્યુ છે.
દાવોસ સંવાદ એજન્ડા, કોરોના વાયરસ મહામારી બાદની દુનિયામાં વિશ્વ આર્થિક મંચની મહત્વપૂર્ણ પહેલની શરૂઆતનુ પ્રતીક છે. દાવોસ એજન્ડામાં આ વખતે મહત્વનો મુદ્દો 'કોરોના વાયરસના કારણે થયેલ આર્થિક નુકશાન અને તેની ભરપાઈ કેવી રીતે કરવામાં આવે' છે. આ ઉપરાંત કોવિડ-19 વેક્સીન, રોજગાર સર્જન અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી 'ચોથી ઔદ્યોગિક ક્રાંતિ-માનવતાની ભલાઈ માટે પ્રૌદ્યોગિકીના ઉપયોગ' વિષય સત્રને સંબોધિત કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સીઈઓ સાથે વાતચીત પણ કરશે.
દાવોસ એજન્ડા સમિતિમાં પીએમ મોદી પહેલા આ સંમેલનને અત્યાર સુધી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જર્મનીના ચાંસેલર એંજેલા માર્કલ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંબોધિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ પણ બેઠકમાં ભાગ લેશે. સંયુક્ત રાજ્ય અમેરિકાના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન શિખર સંમેલનમાં ભાગ નહિ લે.
આ કાર્યક્રને સંબોધિત કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે વૈશ્વિક નેતાઓને શીત યુદ્ધની શરૂઆત અંગે ચેતવ્યા હતા. શી જિનપિંગે આ ઉપરાંત વિશ્વ નેતાઓને કોરોના મહામારી સામે વૈશ્વિક એકતાનો પણ આગ્રહ કર્યા છે. વળી, વિશ્વ આર્થિક મંચની દાવોસ એજન્ડા સંમેલન સંબોધિત કરીને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના પ્રમુખ ક્રિસ્ટલીન જાર્જીઓવાએ કહ્યુ કે મુદ્રાકોષે 2021 માટે વૈશ્વિક વિકાસ દર 5.5 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે કે જે ગયા વખતની સરખામણીમાં વધુ છે. વળી, આઈએમએફ પ્રમુખે નિમ્ન આવક વર્ગની શ્રેણીમાં આવતા દેશોની મદદ કરવાની વાત કહી છે.
આજે પણ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના એન્ટ્રી-એક્ઝીટ ગેટ બંધ