For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શૂટર તૈયાર હતા મુંબઇ પોલીસની ગદ્દારીથી બચી ગયો દાઉદ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓગસ્ટ: અમેરિકાની તર્જ પર ભારતે પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઘુસીને મારવા માટે એક સિક્રેટ ઓપરેશન બનાવ્યું હતું પરંતુ મુંબઇના કેટલાંક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે એવું સંભવ થઇ શક્યું નહીં. આ ચોંકાવનારો ખુલાસો ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહે કર્યો છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં આરકે સિંહે ખુલાસો કર્યો છે કે પોલીસના કેટલાંક અધિકારી દાઉદ ઇબ્રાહિમ સાથે મળેલા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાનમંત્રી હતા ત્યારે જ દાઉદને ભારત લાવવાની યોજના પર કાર્ય શરૂ થઇ ગયું હતું.

તે સમયે દાઉદને ખતમ કરવા માટે ભારત સરકારે કેટલાંક લોકોને ઓપરેશન સાથે જોડ્યા અને તેમને ગુપ્ત ઠેકાણે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જોકે દાઉદ સાથે મળેલ મુંબઇના પોલીસના કેટલાંક અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે પહોંચી ગયા અને જણાવ્યું હતું કે તેમની પાસે ટ્રેનિંગ લઇ રહેલા લોકો વિરુદ્ધ વોરંટ છે.

dawood ibrahim
આરકે સિંહએ જણાવ્યું કે આ અધિકારીઓના પગલે આખું ઓપરેશન ઠપ થઇ ગયું. જોકે સિંહે એ પણ જણાવ્યું કે આ સમાચારની ખરાઇ નથી કરી શકતા. મુલાકાતમાં આરકે સિંહે દાઉદ માટે ગુપ્ત ઓપરેશનનું સમર્થન કર્યું પરંતુ એ પણ જણાવ્યું કે તેના માટે વડાપ્રધાન તરફથી નિર્દેશનની જરૂરત પડશે.

સિંહે જણાવ્યું કે પાકિસ્તાન ક્યારેય નહીં કહે કે દાઉદ ત્યા છે. તેમણે જણાવ્યું કે જો તેને પાછો લાવવો હોય તો અન્ય રીતો અપનાવી પડશે. તેમણે જણાવ્યું કે આ અભિયાન માટે અન્ય ગ્રુપોને ધન ઉપલબ્ધ કરાવીને ટ્રેનિંગ આપી શકાય છે.

એ પૂછાતા કે આ પ્રકારના અભિયાનના પગલે ભારતીય એજેન્સીઓને શું રોકી રહ્યો છે, સિંહે જણાવ્યું કે રાજનૈતિક દ્રઢતા અને નિર્ણય. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રીને કહેવું પડશે કે આવું કંઇ કરાઇ રહ્યું છે, ત્યાર પછી જ તે સંભવ છે.

English summary
India had planned a covert operation to take down Dawood Ibrahim, but the operation was compromised by some Mumbai Police officials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X