For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ ભારતમાં મોકલે છે નકલી કરન્સી, ટુંડાનો ખુલાશો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઑગસ્ટ : બોમ્બ બનાવવામાં માસ્ટર લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાએ આજે સવારે કરાયેલી પૂછપરછમાં ઘણા મહત્વના રાજ પરથી પરદ ઉઠાવ્યા. ટુંડાએ આજે એવો દાવો કર્યો કે દાઉદે ભારતમાં ભારે માત્રામાં નકલી નોટોનો જથ્થો ઘુસાડ્યો છે.

સૂત્રોની માનીએ તો ધરપકડ કરવામાં આવેલા ટુંડાએ તપાસકર્તાઓને જણાવ્યું કે નકલી નોટોનું છાપકામ પાકિસ્તાનની દેખરેખમાં કરવામાં આવે છે. ટુંડાએ એ પણ ખુલાશો કર્યો કે આઇએસઆઇના સહયોગથી દાઉદ ઇબ્રાહિમ નકલી ભારતીય નોટોના નેટવર્કનું સંચાલન કરી રહ્યું છે.

tunda
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસના સૂત્રોએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે મુંબઇ હુમલા બાદ પાકિસ્તાનને સોંપવામાં આવેલ 20 આતંકવાદીઓના લીસ્ટમાં સામેલ ટુંડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તે કરાચીમાં દાઉદને મળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ટુંડા દાઉદ અને મુંબઇ આતંકવાદી હુમલાના કથિત ષડયંત્રકારી જમાત ઉદ દાવાના હાફિઝ સઇદના સતત સંપર્કમાં રહેતો હતો, અને તે 15 ઑગસ્ટથી એક અઠવાડિયા પહેલા કથિતરીતે સઇદને મળ્યા હતા.

English summary
Dawood Ibrahim sending fake currency in india says Abdul Karim Tunda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X