ગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટ
જળવાયુ પરિવર્તન પર દુનિયાનો સૌથી મોટા સમીક્ષા રિપોર્ટ ક્લાઈમેટ ચેન્જ પર ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ (આઈપીસીસી) એ ભારતની ચિંતા વધારી દીધી છે કારણકે આ રિપોર્ટ મુજબ જો દુનિયાના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો ભારતે ખૂબ જ ગરમ હવાઓનો સામનો કરવો પડશે અને સ્થિતિ વર્ષ 2015 ની જેમ બની શકશે જેમાં લગભગ 2500 લોકો ગરમ હવાઓના કારણે કસમયે મોતનો શિકાર બન્યા હતા.

જળવાયુ પરિવર્તનથી ભારતને સૌથી વધુ ખતરો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ આ વખતે જળવાયુ પરિવર્તન પર પોલેન્ડમાં ડિસેમ્બરમાં સમીક્ષા બેઠક થશે. જેમાં પેરિસ અગ્રીમેન્ટની પણ સમીક્ષા કરવામાં આવશે. જેમાં ભારતનો રોલ ઘણો મહત્વનો હશે કારણકે ભારત સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશામાં શામેલ છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ

IPCC રિપોર્ટ
તાપમાનમાં વધારો થવો સારા સંકેત નથી. IPCC રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો તાપમાન આ ઝડપે વધતુ રહ્યુ તો ગ્લોબલ વોર્મિંગ 2030 થી 2052 વચ્ચે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

કોલકત્તાને સૌથી વધુ ખતરોઃ IPCC
રિપોર્ટ મુજબ ભારતીય ઉપમહાદ્વીપમાં કોલકત્તા અને પાકિસ્તાનના કરાંચીમાં ગરમ હવાઓનો સૌથી વધુ ખતરો છે. કોલકત્તા અને કરાંચીમાં વાર્ષિક પરિસ્થિતિ 2015 ની જેમ થઈ શકે છે.

ગરીબીમાં વૃદ્ધિ, ખાદ્ય પદાર્થો મોંઘા
ગરમ હવાઓથી થતી મોતમાં વૃદ્ધિ થઈ રહી છે અને તેમાં ક્લામેટ ચેન્જની મોટી ભૂમિકા છે. આની અસર ભારત અને પાકિસ્તાન બંને પર નકારાત્મક જ પડશે. એટલુ જ નહિ જળવાયુ પરિવર્તનના કારણે ગરીબીમાં વૃદ્ધિ, ખાદ્ય પદાર્થો મોંઘા, આવકમાં ઘટાડો પણ થશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ