• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sheila Dikshit: કોંગ્રેસે જ નહિ બલકે ગાંધી પરિવારે પોતાના મહત્વના વ્યક્તિને ગુમાવ્યા

|

નવી દિલ્હીઃ ગાંધી પરિવારના અતિ નજીકના અને કોંગ્રેસના જ નહિ બલકે દેશના મોટા નેતાઓમાં શુમાર શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી રહ્યા, શનિવારે દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં બપોરે 3.5 વાગ્યે તેમનું નિધન થયું, શીલા દીક્ષિતના અચાનક નિધનથી કોંગ્રેસ માટે આઘાતજનક છે, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલ પાર્ટી માટે આ એક અપૂર્ણનીય ક્ષતિ છે જેની ભરપાઈ કોઈ નહિ કરી કે, શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવી દેવામાં આવ્યો છે.

ગાંધી પરિવારના નજીકના હતા શીલા દીક્ષિત

ગાંધી પરિવારના નજીકના હતા શીલા દીક્ષિત

શીલા દીક્ષિતને ગાંધી પરિવારના સૌથી નજીકના માનવામાં આવતાં હતાં, શીલા દીક્ષિતે પાર્ટીના સંકટ અને ગાંધી પરિવાર પર આવેલ દરેક મુસિબતમાં આ પરિવારનો સાથ આપ્યો હતો માટે ગાંધી પરિવાર માટે શીલા દીક્ષિત માત્ર એક નેતા જ નહિ બલકે સુખ દુખના સાથી પણ હતા અને માટે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે તેઓ મા સમાન હતાં. કોંગ્રેસીઓ શીલા દીક્ષિતને સંકટ મોચક કહેતા હતા.

રાહુલ-પ્રિયંકા માટે મા સમાન હતાં શીલા દીક્ષિત

રાહુલ-પ્રિયંકા માટે મા સમાન હતાં શીલા દીક્ષિત

15 વર્ષ સુધી સતત દિલ્હીની સત્તા પર મુખ્યમંત્રી તરીકે રાજકરનાર 81 વર્ષીય શીલા દીક્ષિત હાલ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમાન સંભાળી રહ્યાં હતાં. ગાંધી પરિવારના નજીકના કહેવાતા શીલા દીક્ષિત કોંગ્રેસના જ નહિ બલકે રાજકારણના એવો મહત્વનો ચેહરો છે, જેમણે હંમેશા પોતાની વાતો અને કામથી લોકોને દંગ કરી મૂક્યા છે, 80નો આંકડો પાર કરનાર શીલા દીક્ષિતે પોતાના કામ અને ચુસ્તી-ફુર્તીથી આ સાબિત કરી દીધું હતું કે ઉંમર તો માત્ર એક નંબર છે અને ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો તમે હંમેશા ફિટ રહી શકો છો.

મુશ્કેલીના સમયે ગાંધી પરિવારનો સાથ આપ્યો

મુશ્કેલીના સમયે ગાંધી પરિવારનો સાથ આપ્યો

રાજનીતિમાં આવતા પહેલા તેઓ કેટલાય સંગઠનો સાથે જોડાયેલા રહ્યાં અને તેમણે વર્કિંગ વુમન માટે દિલ્હીમાં બે હોસ્પિટલ પણ બનાવ્યાં. 1984થી 89 સુધી તેઓ કન્નૌજથી સાંસદ રહ્યાં. આ દરમિયાન તેઓ લોકસભાની સમિતિઓમાં રહેવાની સાથોસાથ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓના આયોગમાં ભારતના પ્રતિનિધિ પણ રહ્યાં, જે બાદ તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યાં, તેમની દિલ્હીના સીએમ સુધીની સફર શાનદાર રહી, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર રહેતા શીલા દીક્ષિતે 1998માં કોંગ્રેસને દિલ્હીમાં મોટી જીત અપાવી હતી. શીલા વર્ષ 1998થી 2013 સુધી ત્રણ કાર્યકાળમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ પર રહ્યાં, દિલ્હીમાં મેટ્રો અને ફ્લાઈઓવરના લાંબી ઝાળ તેમના જ કાર્યકાળની દેણ માનવામાં આવે છે.

અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કર્યું

અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કર્યું

જો કે સીએમ તરીકે દિલ્હીના વિકાસનો શ્રેય મળવાની સાથોસાથ શીલા દીક્ષિત અને તેમની સરકાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં ઘેરાયેલી પણ રહી, તેમના પર જેસિકા લાલ હત્યાકાંડના મુખ્ય આરોપી મનુ શર્માને પૈરોલ પર છોડવાને લઈને પણ ગંભીર આરોપ લાગ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને ટેન્કર સ્કેમમાં તેમનું નામ આવ્યું જે બાદ સામાન્ય આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આને ચુંટણી મુદ્દો બનાવ્યો હતો અને વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ અને શીલા દીક્ષિતે 5 મહિના બાદ જ રાજ્યપાલનું પદ ત્યાગી દીધું હતું અને દિલ્હી આવી ગયાં હતાં અને એકાર ફરીથી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમાન વયોવૃદ્ધ શીલા દીક્ષિતના હાથમાં આપી દીધી, જો કે આ વખતે તેમનો અનુભવ મોદીની આંધીમાં પાર્ટીને કામ ન આવી પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરી પોતાના કર્તવ્યને ચૂકવ્યું.

શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર આજે, દિલ્હીમાં કોંગ્રેસનો ઝંડો ઝૂક્યો

English summary
death of sheila dixit is huge loss for congress as well as gandhi family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X