For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિઠારી કાંડ: નરપિશાચ સુરેન્દ્ર કોલીને ફાંસી

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

નિઠારીકાંડના મુખ્ય દોષિત સુરેન્દ્ર કોલીને નંદાદેવી મર્ડર કેસમાં દોષિત માન્યા બાદ સુપ્રીમ કોર્ટે આજે ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કોલી પાસે અલાહાબાદ હાઇકોર્ટના એ ચૂકાદા સામે યુપી સરકાર તરફથી કરવામાં આવેલી અરજ પર જવાબ માંગ્યો હતો, જેમાં ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબદીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

surendra koli

નિઠારી કાંડ શું હતો?

ડિસેમ્બર 2006માં નોઇડાની ડી-5 કોઠીમાં તબક્કાવાર થઇ રહેલી હત્યાકાંડનો ખુલાસો નોઇડા પોલિસે કર્યો હતો. એ કોઠીમાં આસપાસના વિસ્તારમાં 2005 થી ગાયબ થઇ રહેલા બાળકોની હત્યા કરવામાં આવી રહી હતી.આ કાંડમાં કોઠીના માલિક મનિંદરસિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીને આરોપી બનાવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલી નોકરના રુપમાં કોઠીના ગેટ પર નજર રાખતો હતો અને સાંજ પડતા જ્યારે આ વિસ્તારમાં સન્નાટો છવાઇ જતો ત્યારે ત્યાંથી પસાર થતી છોકરીઓને પકડી લેતો હતો.

ત્યારબાદ તેમનુ મોઢુ બંધ કરીને તેની સાથે દુષ્કર્મ કરતો અને પછી તેની હત્યા કરી દેતો. તેના પર લાશ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે અને ત્યારબાદ લાશના ટુકડા કરી તેને ખાવા અને પછી બચેલા ટુકડા દફનાવી દેવાનો પણ આરોપ છે. તેણે આ વાતો નાર્કો ટેસ્ટમાં કબૂલી છે.

કોણ છે સુરેન્દ્ર કોલી

સુરેન્દ્ર કોલી ઉત્તરાખંડના અલ્મોડાના એક ગામનો રહેવાસી છે. વર્ષ 2000 માં તે દિલ્હી આવ્યો હતો. વર્ષ 2003 માં મનિંદરસિંહ પંઢેરના સંપર્કમાં આવ્યો હતો. તેની નોઇડા સેક્ટર-31 ની ડી-5 કોઠીમાં તે કામ કરવા લાગ્યો. 2004 માં પંઢેરનો પરિવાર પંજાબ ચાલ્યો ગયો. ત્યારબાદ તે અને કોલી સાથે જ કોઠીમાં રહેવા લાગ્યા હતા.

ત્યારબાદ તેમણે બંનેએ મળી નિઠારીકાંડને અંજામ આપ્યો. 2009 માં થઇ હતી ફાંસીની સજા આ વર્ષે જાન્યુઆરીમાં અલાહાબાદ હાઇકોર્ટે 14 વર્ષની રીમા હલદરની હત્યા મામલે કોલીને મળેલી ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી દીધી હતી. કોલીને ગાઝિયાબાદ સ્થિત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે 13 ફેબ્રુઆરી 2009 ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી.

English summary
Death Sentence to Nithari serial killing case accused Surendra Koli in Nandan Devi's murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X