For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારી હત્યારાને 9 દિવસમાં જ સજા-એ-મોત!

|
Google Oneindia Gujarati News

bhopal
ભોપાલ, 15 માર્ચ: ભોપાલના ચર્ચિત કાજલ હત્યાકાંડમાં 9 દિવસની સુનવણીમાં જ ભોપાલની સ્થાનીય અદાલતે ન્યાય કરી દીધો છે. 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખનાર નંદકિશોર વાલ્મિકીને કોર્ટે મોતની સજા સંભળાવી દીધી છે.

કાજલનો મૃતદેહ આ જ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના ગૃમંત્રી ઉમાશંકર ગુપ્તાના ઘર પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે શહેરમાં સનસની ફેલાઇ ગઇ હતી તેમજ વિરોધી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યમાં કાનૂન વ્યવસ્થાને લઇને સવાલો ઉઠાવ્યા હતા.

ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ સુષમા ખોસલાએ માત્ર નવ દિવસની સુનવણી બાદ ગુરુવારે લોકોથી ખચાખચ ભરાયેલી કોર્ટમાં નંદકિશોરને ફાંસીની સજા સંભળાવી દીધી છે. જજે પોતાના આદેશમાં જણાવ્યું કે નંદકિશોરનો ગુનો અમાનવીય છે. મામલામાં મળેલા પુરાવા અને લેવાયેલી જુબાનીઓના આધારે નંદકિશોરે એ માસૂમ બાળકીની સાથે દુષ્કર્મ કર્યું અને બાદમાં તેની ગળુ કાપીને હત્યા કરી દીધી. સાથે સાથે આ નરાધમે તેની ઓળખ છતી ના થાય માટે તેનું માથું પત્થર વડે છૂંદી નાખ્યું. તેના જેવા અપરાધી માટે મોતની સજા પણ ઓછી પડે. તેમણે જણાવ્યું કે નંદકિશોરને ત્યાં સુધી ફાંસી આપવી જોઇએ જ્યા સુધી તેનું મોત ના થાય.

કોર્ટે નિર્ણયની ખરાઇ માટે હાઇકોર્ટને મોકલવાના નિર્દેશ પણ આપ્યા છે. કાજલના અપહરણનો આરોપમાં સાત વર્ષ, દુષ્કર્મના આરોપમાં ઉમરકેદ, લૈગિંક અપરાધોમાં બાળકોનું સંરક્ષણ અધિનિયમના આરોપમાં ઉમરકેદ અને સાડાત્રણ હજાર રૂપિયાની સજા સંભળાવી છે. સરકારી વકીલ રાજેન્દ્ર ગિરિએ જણાવ્યું કે આ પ્રદેશમાં પહેલો કેસ છે જ્યારે 9 દિવસમાની સુનવણીમાં જ ફેસલો આવી ગયો હોય.

English summary
madhya pradesh death sentence to rapist in 9 days in bhopal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X