For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટ્ટર વિરોધી રહેલા જયલલિતાની સમીપ થશે કરુણાનિધિના અંતિમ સંસ્કાર

મદ્રાસ હાઈકોર્ટના ચૂકાદા બાદ હવે એ નક્કી થઈ ગયુ છે કે એમ કરુણાનિધિના પણ એ જ જગ્યાએ અંતિમ સંસ્કાર થશે જ્યાં જયલલિતાને દફનાવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

જયલલિતા અને કરુણાનિધિ પોતાના સમગ્ર રાજકીય સમયગાળા દરમિયાન હંમેશા એકબીજાના કટ્ટર વિરોધી રહ્યા હતા પરંતુ જ્યારે જ્યારે તમિલનાડુનો ઈતિહાસ લખાશે ત્યારે આ બંને મુખ્યમંત્રીઓને જરૂર યાદ કરવામાં આવશે. કરુણાનિધિ અને જયલલિતા ભલે એકબીજાના વિરોધી રહ્યા હોય પરંતુ સંયોગની વાત છે કે છેવટે મોતે તેમને એકબીજાની નજીક લાવી જ દીધા. મદ્રાસ હાઈકોર્ટના ચૂકાદા બાદ હવે એ નક્કી થઈ ગયુ છે કે એમ કરુણાનિધિના પણ એ જ જગ્યાએ અંતિમ સંસ્કાર થશે જ્યાં જયલલિતાને દફનાવવામાં આવ્યા હતા.

જયલલિતા પાસે કરુણાનિધિનું પાર્થિવ શરીર પંચતત્વમાં થશે વિલીન

જયલલિતા પાસે કરુણાનિધિનું પાર્થિવ શરીર પંચતત્વમાં થશે વિલીન

હાઈકોર્ટના ચૂકાદા બાદ 94 વર્ષીય કરુણાનિધિના અંતિમ સંસ્કાર પણ મરીના બીચ પર કરવામાં આવશે. ડિસેમ્બર 2016 માં જયલલિતાના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર પણ મરીના બીચ પર કરવામાં આવ્યા હતા. જયલલિતાના અંતિમ સંસ્કાર તેમના ગુરુ રહેલા એમજી રામચંદ્રનના મેમોરિયલમાં જ થયો હતો. કારણકે વોટર ફ્રંટથી 500 મીટરના અંતરમાં કોઈ નિર્માણ પર રોક હતી. આ સંયોગ જ છે કે તમિલનાડુના બે દિગ્ગજ રાજનેતા જે એકબીજાના ચહેરા પણ જોવા પસંદ નહોતા કરતા, પરંતુ કરુણાનિધિનું પાર્થિવ શરીર પણ જયલલિતાની સમીપ તે જ જગ્યાએ પંચતત્વમાં વિલીન થઈ રહ્યુ છે.

હાઈકોર્ટે આપી મરીના બીચ પર દફનાવવાની જગ્યા

હાઈકોર્ટે આપી મરીના બીચ પર દફનાવવાની જગ્યા

આ પહેલા કરુણાનિધિના મોત બાદ પક્ષ ડીએમકેએ મરીના બીચ પર દફનાવવા માટે સરકાર પાસે જમીન માંગી હતી પરંતુ રાજ્ય સરકારે ત્યાં ચાલી રહેલા કોઈ જમીન વિવાદનો હવાલો આપીને તે જગ્યા આપવાનો ઈનકાર કરી દીધો હતો. ડીએમકે આ મામલાને રાતે જ કોર્ટમાં લઈ ગઈ. ત્યારબાદ તમિલનાડુમાં રાજકારણ ગરમાયુ. મદ્રાસ હાઈકોર્ટે આજે સવારે ડીએમકેને રાહત આપતા મરીના બીચ પર જ કરુણાનિધિના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપી દીધી.

કરુણાનિધિની સમાધિ બનશે

કરુણાનિધિની સમાધિ બનશે

કરુણાનિધિને અન્નાદુરાઈ પાસે દફનાવવામાં આવશે જ્યાં અન્ય મુખ્યમંત્રીઓનું પણ સમાધિ સ્થળ બનાવવામાં આવ્યુ છે. કાલે સાંજે 6 વાગીને 10 મિનિટે કરુણાનિધિનું નિધન થયુ હતુ. કરુણાનિધિને દક્ષિણની રાજનીતિના પિતામહ માનવામાં આવે છે. 1957 માં પહેલી વાર ધારાસભ્ય બનનાર કરુણાનિધિ 5 વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

English summary
Death unites two Tamilnadu's arch-rivals, Karunanidhi gets burial place where Jayalalithaa was buried
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X