"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
કેજરીવાલે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજીનામું આપે
દિલ્હીના મુખ્યમંત્રીએ મોદી સરકાર પર નિશાનો સાધવા માટે એક મંગળવારે એક વિશેષ સત્ર બોલાવીને બીજેપી સરકાર અને પીએમ મોદી પર જોરદાર નિશાનો સાંધ્યો. કેજરીવાલે સીબીઆઇ છાપો અને ડીડીસીએ વિવાદ મામલે અરુણ જેટલીને બચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જો મોદી ખરેખરમાં હિરો છે તો તેમણે પોતાના પદથી રાજીનામુ આપવું જોઇએ પણ તે એવું નહીં કરે કારણ કે તે અમને બરબાદ કરવા માંગે છે અને દિલ્હી ચૂંટણીમાં હારનો બદલો લેવા માંગે છે.
રાજકોટમાં મધરાતે 20 બાઇકોને ચપાઇ આગ
રાજકોટમાં ફરી એક વાર અસામાજીક તત્વોએ માથુ ઊંચક્યું છે. મંગળવારે મોડી રાતે 3 વાગ્યાની આસપાસ કોઇ અજાણ્યા શખ્શોએ માલવીયાનગર વિસ્તારમાં 15 જેટલા વહાનોની તોડફોડ અને 20 જેટલી બાઇકોને આંગી ચાંપી જતા લોકોમાં ભાગદોડ મચી હતી. શરૂઆતી તપાસ પ્રમાણે આવું ખાલી વિકૃત આનંદ લેવા માટે કોઇએ કર્યું હોય તેવું જણાય છે.
લાલજી પટેલ ફરી પકડાયા, વધ્યો વિવાદ
સોમવારે પાટીદાર અનામત આંદોલન માટે લડતા એસપીજીના નેતાઓ જ્યારે હાર્દિક પટેલને મુક્ત કરવા ધરણા કરી ત્યારે પોલિસે લાલજી પટેલની અટક કરી હતી. પણ કોર્ટ સામે રજૂ કરાતા તેમને છોડવામાં આવ્યા હતા. જો કે જે બાદ મંગળવારે મોઢેરા સર્કલ પર ઉપવાસે બેઠેલા લાલજી પટેલ અને તેમના અન્ય આગેવાનોની પોલિસે ફરી ધરપકડ કરી હતી. જો કે 10 કલાક બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
રાજનાથને સૈનિકના પરિવારે પૂછ્યું કેમ દર વખતે સૈનિક જ રડે છે!
બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ વિમાન દુર્ધટનામાં મૃત્યુ લોકોને શ્રદ્ઘાજંલિ આપવા સફદરજંગ હવાઇ અડ્ડા પર પહોંચ્યા ત્યારે આ દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ ગૃહમંત્રીને એક તેવો સવાલ પૂછી લીધો જેનો જવાબ ખુદ ગૃહમંત્રી પાસે નહતો. આ પરિવારજનોએ પૂછ્યુ કે કેમ દર વખતે સૈનિકના પરિવારને રડવાનો વારો આવે છે? નોંધનીય છે કે દિલ્હીથી રાંચી જઇ રહેલા બીએસએફના સુપરકિંગ ચાર્ટર્ડ વિમાન દુર્ધટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ 10 લોકોની મોત થઇ ગઇ હતી.
સુરતમાં બાબા રામદેવની શિબિર પર પાટીદારોનું હલ્લાબોલ
સુરતના મહેમાન બનેલા યોગ ગુરુ બાબા રામદેવને પાટીદાર અનામત પર બોલવું ભારે પડ્યું. યોગ શિબિરમાં બાબા રામદેવે રાજનિતી મુદ્દે પાટીદાર સમાજને દેશ વિષે વિચાર કરવાની સલાહ આપી. તો શિબિરમાં રહેલા પાટીદારોએ જય સરદાર જય પાટીદારના નારા સામે બાબાને માફી માંગવાનું કહી હંગામો મચાવ્યો. જોકે બાબા રામદેવે કહ્યું કે તેમણે કંઇ ખોટું નથી કહ્યું અને તે માફી નહીં માગે છેવટે પોલિસે મામલો શાંતિથી નીપટાવ્યો.
શત્રુધ્ન સિંહાએ કહ્યું અડવાણીની જેમ જેટલી પણ આપે રાજીનામુ
ફરી એક વાર શત્રુધ્ન સિંહાએ ભાજપમાં રહીને ભાજપ વિરુદ્ધ નિવેદન કરતા કહ્યું છે કે ડીડીસીએ મુદ્દે કાનૂનની જગ્યાએ રાજનૈતિક રીતે અરુણ જેટલીએ લડવું જોઇએ. ટ્વીટ કરીને ભાજપના વરિષ્ઠ નેતા એવા શત્રુધ્ન સિંહાએ અડવાણીની જેમ અરુણ જેટલીને પણ રાજીનામું આપવાની સલાહ આપી.
22 લાખ રૂપિયામાં ચિંતને કરાવી હેમાની હત્યા
મિડ ડે દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ જાણીતા ચિત્રકાર ચિંતન ઉપાધ્યાયે તેની પત્ની હેમા ઉપાધ્યાયને મારવા માટે હત્યારાઓને 22 લાખ આપ્યા હતા. નોંધનીય છે કે હાલમાં પોલિસે તેની ધરપકડ કરીને તેને 1 જાન્યુઆરી સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
નિર્ભયાના માતા-પિતાએ જેજે બિલ પસાર થવા પર વ્યક્ત કર્યો સંતોષ
દિલ્હીમાં નિર્ભયાના માતા પિતાએ રાજ્યસભામાં જેજે બિલના પસાર થવાની વાત પર સંતોષ વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે રાજ્યસભામાં બેસીને આ સમગ્ર કાર્યવાહીને જોઇ પણ હતી. જો કે પીડિતાની માં આશા દેવીએ કહ્યું કે અમારી પુત્રી સાથે જગન્ય અપરાધ કરનાર કિશોરને તો અમારા તમામ પ્રયાસો બાદ પણ છૂટી ગયો પણ આશા છે કે જે અમારી છોકરી જોડે થયું તે આ બિલથી બીજાની છોકરીઓ જોડે ના થાય. તેમણે કહ્યું કે અમારી પુત્રીને ન્યાય નથી મળ્યો. જો 6 મહિના પહેલા આ વિધાયક પાસ થાત તો તે સગીર મુક્ત ના થઇ શક્યો હોત.
બદમાશોએ દિલ્હી પોલિસ પર ચલાવી ગોળીઓ, 10 કિલોમીટર સુધી કર્યો પીછો
દિલ્હી પોલિસમાં પેટ્રોલિંગ કરી રહેલ પીસીઆર વેનના જવાનો અને બદમાશો વચ્ચે લગભગ આઠ ફાયરિંગ રાઉન્ડ થયા. અને લગભગ 10 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલિસ બદમાશોને પકડી શકી.