For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જમ્મુ કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓને શોધવા માટે સેનાએ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પાછલા 25 દિવસોથી ચાલી રહેલા આ ઓપરેશનમાં સેના આ ત્રણ આતંકીઓને શોધી રહી છે. સુત્રોએ જણાવ્યા મુજબ ઉત્તર કાશ્મીરના હૈહામાના જંગલોમાં આ આંતકિયો છુપાયાલા આ આંતકવાદીઓએ સંતોષ મહાદિક નામના કમાન્ડિંગ ઓફિસર, કે જે 17 નવેમ્બરે શહિદ થયા હતા તેમની હત્યા કરી હતી. આ આતંકીઓમાંથી 5ની મોત થઇ ગઇ છે અન્ય ત્રણ બાકી છે.

પીઆઇબીએ પીએમ મોદીનો એડિટ ફોટો મૂક્યો થયો વિવાદ

પીઆઇબીએ પીએમ મોદીનો એડિટ ફોટો મૂક્યો થયો વિવાદ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીબીઆઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એડિટેડ તસવીર સોશ્યલ મીડિયા પર મુકતા નવો વિવાદ ઊભો થયો છે. પીબીઆઇએ ચેન્નઇમાં વડાપ્રધાન હવાઇ સફર દ્વારા પૂરની સ્થિતિની તપાસ કરી રહ્યા હતા તેનો ફોટો એડિટ કર્યો છે. ઓજિનલ ફોટોમાં ખેતરો અને પાણી દેખાય છે જ્યારે પીબીઆઇના ફોટોમાં મકાનો નજીકથી દેખાય છે. ત્યારે વિવાદ થતા સોશ્યલ મીડિયામાંથી પીબીઆઇએ આ ફોટો ડિલિટ કરી દીધો છે. પણ તેનાથી તેની પ્રમાણિકતા પણ સવાલ ઊભો થયો છે.

નીતિશનો યૂટર્ન બિહારમાં દારૂ પર નહીં લાગે પ્રતિબંધ

નીતિશનો યૂટર્ન બિહારમાં દારૂ પર નહીં લાગે પ્રતિબંધ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુરશી સંભાળતા જ રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પણ બે અઠવાડિયામાં જ તેમણે આ અંગે યૂ ટર્ન લેતા સ્પષ્ટતા આપી છે કે આ પ્રતિબંધ ખાલી દેશી દારૂ પર જ લગાવામાં આવશે. નોંધનીય છે કે બિહારની મહિલાઓએ નીતિશની દારૂબંધી જાહેરાતના કારણે જ તેમને વોટ આપ્યો હતો. પણ મુખ્યમંત્રીના યૂટર્નથી તેમના જીવનમાં દારૂ નામના દાનવ આવનારા દિવસોમાં પણ યથાવત રહેશે.

5000 રૂપિયામાં નેપાળના રસ્તે પાકિસ્તાનથી ભારત પહોંચે છે આતંકી

5000 રૂપિયામાં નેપાળના રસ્તે પાકિસ્તાનથી ભારત પહોંચે છે આતંકી

વિદેશી અપરાધીઓ માટે નેપાળ ફેવરેટ પ્લેસ બની ગયું છે. જે પણ આતંકી પાકિસ્તાનથી ભારતમાં આવવા માંગે છે તે નેપાળનો જ રસ્તો અપનાવે છે. અનેક કેસામાં થયેલી તપાસમાં આ વાત બહાર આવી છે. નોંધનીય છે કે ગુજરાત એટીએસ દ્વારા નેપાળ બોર્ડરની જે મહત્વપૂર્ણ કસ્ટડી થઇ છે તેમાં આ ખુલાસો બહાર આવ્યો છે.

હવે પાકિસ્તાનને પણ જોઇએ છે કોહિનૂર હિરો, દાખલ કરી અરજી

હવે પાકિસ્તાનને પણ જોઇએ છે કોહિનૂર હિરો, દાખલ કરી અરજી

પાકિસ્તાનની એક કોર્ટમાં બ્રિટનનો સૌથી કિંમતી હિરો કોહીનૂરને પાકિસ્તાનને પાછો આપવાની માંગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ જાવેદ ઇકબાલ જાફરીએ લાહૌરના ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરેલી આ અરજીમાં આરોપ લગાવ્યો છે કે બ્રિટને મહારાજા રણજીત સિંહના પૌત્ર દલીપ સિંહથી આ હીરો છીનવ્યો હતો. નોંધનીય છે કે ભારત પણ આ હિરાને પાછો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

વધુ એક ગુજરાતીની સાઉથ આફ્રિકામાં ગોળી મારીને થઇ હત્યા

વધુ એક ગુજરાતીની સાઉથ આફ્રિકામાં ગોળી મારીને થઇ હત્યા

મૂળ અંકલેશ્વર પાસે આવેલા રવિદ્રા ગામના રહેવાસી તેવા નમાઝ અદા પાછલા 8 વર્ષથી સાઉથ આફ્રિકામાં રહે છે. જ્યાં તેમને એક વ્યક્તિને ગોળી મારીની ધાતકી હત્યા કરી છે તેવી ખબર મળતા સમગ્ર પથંકમાં શોક છવાઇ ગયો છે. નોંધનીય છે કે આ પહેલા પણ 12 જેટલા ગુજરાતી વ્યક્તિઓની સાઉથ આફ્રિકામાં અલગ અલગ જગ્યાએ આવી ધાતકી હત્યાઓ થઇ ચૂકી છે.

મેયરપદ મેળવવા માટે લોબિંગ શરૂ

મેયરપદ મેળવવા માટે લોબિંગ શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા પછી હવે મહાનગરપાલિકાના મેયર પદ માટે લોબિંગ થવાનું શરૂ થઇ ગયું છે. એક બાજુ જ્યાં વડોદરામાં ભષ્ટ્રાચારી મેટરને પસંદ ના કરતા તેવા હોર્ડિંગે વિવાદ સર્જ્યો છે. ત્યાં જ અનેક મહાનગરપાલિકામાં મેયરપદ માટે વાદ વિવાદ શરૂ થઇ ગયા છે.

જેલમાં પાટીદારોએ ઉજવી ભાજપની હારની ખુશી

જેલમાં પાટીદારોએ ઉજવી ભાજપની હારની ખુશી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો આવ્યા બાદ રાજદ્રોહના ગુના હેઠળ જેલની હવા ખાઇ રહેલા પાટીદાર આગેવાનોને તેમના પરિવારજનો મળવા ગયા હતા. નિલેષ અરવડિયા અને દિનેશ બાંભણીયાએ પરિવાર સાથે મીઠાઇ ખાઇને ભાજપની હારને ઉજવી હતી.

શિવસેનાએ ગુજરાતમાં કોંગ્રેસની જીતને ખતરો ગણાવ્યું

શિવસેનાએ ગુજરાતમાં કોંગ્રેસની જીતને ખતરો ગણાવ્યું

શિવસેનાના મુખ્યપત્ર સામનામાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતની જીતને ખતરાની ધંટી જણાવતા સાવધાન થવાનું કહ્યું છે. તેમાં કહ્યું છે કે કોંગ્રેસ ફરી એક વાર ઊભી થઇ રહી છે. બિહારની હાર પછી ગુજરાત પણ ભાજપની હાર થતા ચેતવું જોઇએ.

આજે છે નૌસેના દિવસ, અમર જ્યોતિ પર જવાનોને કરાયા યાદ

આજે છે નૌસેના દિવસ, અમર જ્યોતિ પર જવાનોને કરાયા યાદ

દેશભરમાં આજે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં નૌસેનાના પ્રમુખ એડમિરલ આર કે ધવન અને વાયુ સેનાના પ્રમુખ અરુપ રાહાએ અમર જવાન જ્યોતિ પર જઇને શહિદોને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

English summary
December 4: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X