For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપક હત્યાકાંડમાં મોટી સફળતા, 3 પકડાયા, શૂટરે કર્યું સરેન્ડર

By Super
|
Google Oneindia Gujarati News

deepak-bharadwaj
નવી દિલ્હી, 1 એપ્રિલઃ અબજોપતિ બસપા નેતા દીપક ભારદ્વાજ હત્યા કેસ મામલે દિલ્હી પોલીસને એક મોટી સફળતાં મળી છે. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામા આવી છે. આરોપી રાકેશ, અમિત અને શૂટર પુરુષોત્તમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ મામલાના અન્ય આરોપી અને શૂટર સુનીલે સરેન્ડર કર્યું છે.

આ પહેલા દિલ્હી પોલીસે બસપા નેતા દીપક ભારદ્વાજની હત્યા કરનારા સંદિગ્ધ બે હુમલાખોરો વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી. આ સાથે જ તેમણે એક વ્યક્તિને અકાયતમાં લીધો છે, જે અંગે એવુ માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોની કાર એ જ ચલાવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પોલીસે કથિત હુમલાખોરો પુરષોત્તમ અને સુનીલને પકડવા માટે લુકઆઉટ સર્કુલર જારી કર્યું છે. લુકઆઉટ સર્કુલર વાંછિત વ્યક્તિઓની તસવીરો અને અન્ય વિવરણ હતા અને તે હવાઇ મથક પર આવતા અધિકારીઓને આપવામાં આવ્યા હતા, જેથી બન્ને વિમાનથી ભાગી ના જાય.

સ્થાનીક બસપા નેતા દીપક ભારદ્વાજને 26 માર્ચે દક્ષિણ દિલ્હીના રજોખરીમાં તેમના જ ફાર્મ હાઉસમાં ત્રણ વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ ત્રણેય સ્કોડા કારમાં આવ્યા હતા. ભારદ્વાજ 2009માં લોકસભા ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર હતા. સૂત્રોએ જણાવ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે અંગે શંકા છે કે તે હુમલાખોરોને કારથી ભગાડી ગયો હતો.

English summary
The Delhi police on Monday made first arrest in the case of the murder of Bahujan Samaj Party leader and business tycoon Deepak Bhardwaj in his south Delhi farmhouse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X