ચંદા કોચરના પતિ દીપક કોચરને 19 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયા
નવી દિલ્લીઃ ઈડીની ટીમે આઈસીઆઈસીઆઈ-વીડિયોકૉન કેસમાં આઈસીઆઈઆઈના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચરના પતિ દીપક કોચરની સોમવારે ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ દીપક કોચરને પ્રિવેન્સન ઑફ મની લોંન્ડ્રીંગ એક્ટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. કોર્ટે દીપક કોચરને 19 સપ્ટેમ્બર સુધી માટે ઈડીની કસ્ટડી સોંપી દીધી છે. સોમવારે દીપક કોચરની ધરપકડ બાદ આજે તેમને પીએમએલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઈડીએ જાન્યુઆરી મહિનામાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર તેમજ તેમના પરિવારની સંપત્તિને જપ્ત કરી લીધી હતી. કુલ 78 કરોડની ચલ અને અચલ સંપત્તિ જપ્ત થઈ હતી. આમાં મુંબઈમાં એક ફ્લેટ અને ચંદાના પતિની કંપનીની પ્રોપર્ટી શામેલ હતી. આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકૉન સમૂહને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન વિશે વિવાદ થયો હતો.
વિવાદ સામે આવ્યા બાદ આ કેસની તપાસ ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ સમિતિને સોંપવામાં આવી હતી જેમાં લોન આપવાની પ્રક્રિયા યોગ્ય ગણાવવામાં આવી નહોતી. સમિતિએ માન્યુ હતુકે આ લોન આપવામાં બેંકની આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ જેમાં હિતોના ટકરાવનુ આચરણ પણ શામેલ હતુ કારણકે આ લોનનો એક હિસ્સો તેમના પતિ દ્વારા ચલાવાતી કંપનીને આપવામાં આવ્યો જેનાથી તેમને વિવિધ આર્થિક લાભ મળ્યા.
ડ્રગ્ઝ કનેક્શન મામલે NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ