For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસાઃ આઈશી ઘોષને મળી દીપિકા પાદુકોણ, Video વાયરલ, થયો હોબાળો

દીપિકાના જેએનયુ જવાથી અમુક લોકો નારાજ છે તો અમુક લોકો દીપિકાનુ સમર્થન પણ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ છપાક માટે સમાચારોમાં છવાયેલી છે. પરંતુ આ દરમિયાન દીપિકા દિલ્લીમાં જેએનયુ પહોંચી અને વિરોધ કરી રહેલા છાત્રોનુ સમર્થન કર્યુ છે ત્યારબાદ દીપિકા વિશે અને તેની ફિલ્મ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. દીપિકાના જેએનયુ જવાથી અમુક લોકો નારાજ છે તો અમુક લોકો દીપિકાનુ સમર્થન પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં #boycottchhapaak પણ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

આઈશી ઘોષને મળી દીપિકા પાદુકોણ

આઈશી ઘોષને મળી દીપિકા પાદુકોણ

જો કે તમને જણાવી દઈએ કે દીપિકાએ જેએનયુ છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સાથે પણ મુલાકાત કરી, જે હિંસામાં ઘાયલ થઈ ગઈ હતી. બંનેની મુલાકાતનો વીડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઘોષ જેએનયુમાં થયેલા હિંસામાં ખૂબ જ ઘાયલ થઈ હતી. આઈશીએ આ હિંસા માટે એબીવીપી પર આરોપ લગાવ્યો હતો.

દીપિકાએ સ્ટુડન્ટ્સને કર્યો સપોર્ટ

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે દિલ્લીના જેએનયુમાં જઈને સ્ટુડન્ટ્સને સપોર્ટ કર્યો. દીપિકા પોતાની ફિલ્મ છપાકના પ્રમોશન માટે બે દિવસથી દિલ્લીમાં હાજર હતી. દીપિકાની હાજરીમાં કન્હૈયા કુમાર 'જય ભીમ' અને 'આવાઝ દો હમે એક હે' જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. વળી, દીપિકા ત્યાંથી ચૂપચાપ સાઈલેન્ટ પ્રોટેસ્ટનો હિસ્સો બની રહી. દીપિકા કેમ્પસમાંથી લગભગ 10 મિનિટ બાદ પાછી જતી રહી હતી.

કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

કન્હૈયા કુમારને જ્યારે મીડિયાએ દીપિકા વિશે સવાલ કર્યો તો તેમણે કહ્યુ કે અચ્છા એ આવી હતી. અમે જોઈ ન શક્યા. હું તેમની સાથે વાત ન કરી શક્યો. મારી તેમની સાથે મુલાકાત પણ ન થઈ શકી. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે આ દરમિયાન છાત્રો સાથે મુલાકાત કરી. તે જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષને મળી. આ દરમિયાન કન્હૈયા કુમાર જય ભીમ અને આવાઝ દો હમ એક હે જેવા નારા લગાવતા જોવા મળ્યા.

આ પણ વાંચોઃ JNU પહોંચેલી દીપિકા વિશે કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદનઆ પણ વાંચોઃ JNU પહોંચેલી દીપિકા વિશે કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

English summary
Deepika Padukone greets JNU President Aishe Ghosh at the university during protest against JNU Violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X