માનહાનિ કેસઃ ગૃહમંત્રી અમિત શાહને કોર્ટે સમન્સ મોકલ્યું
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પાર્ટી પ્રમુખ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી દ્વારા દાખલ માનહાનિના મામલામાં વિશેષ અદાલતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સમન્સ મોકલ્યું છે. કોર્ટે ગૃહમત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરીએ અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ 2018ની રેલી દરમ્યાન અમિત શાહે અભિષેક બેનરજી પર ગંભીર આરોપો લગાવ્યા હતા જે બાદ ટીએમસી સાંસદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ માનહાનિના મામલામાં સાંસદો અને ધારાસભ્યો માટે વિશેષ અદાલતે ગૃહમંત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરીએ વિશેષ કોર્ટમાં હાજર થવા સમન્સ મોકલ્યું છે. અભિષેક બેનરજી તરફથી કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં એક રેલી દરમ્યાન કહ્યું હતું કે, "નારદ, શારદ, રોજ વૈલી, સિંડિકેટ્સ, કરપ્શન, ભત્રીજાઓનું કરપ્શન, મમતા બેનરજીના ભ્રષ્ટાચારની યાદી છે." અરજીમાં અમિત શાહે અન્ય આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે.
અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનરજી પર હુમલો બોલતાં રેલીમાં કહ્યું હતું કે, બંગાળના ગામના નિવાસીઓ પાસે પૈસા, તમારા ગામમાં પહોંચ્યા? કૃપિયા જોરથી કહો, શું તમારા ગામમાં રૂપિયા પહોંચ્યા? પીએમ મોદીએ જે પૈસા મોકલ્યા હતા તે ક્યાં ગયા? 3,59,000 કરોડ રૂપિયા ક્યાં ગયા? આ ભત્રીજા અને સિંડિકેટને ભેટમાં આપવામાં આવ્યા. આ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ સ્થિત એમપી અને એમએલએ મામલાની સ્પેશિયલ કોર્ટે અમિત શાહને સમન્સ મોકલ્યું છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: આપ’ સાયલન્ટ કિલર બને તેવો અન્ય પક્ષોને ભય