For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર સીતારમણનો જવાબઃ સપ્ટેમ્બર સુધી પહેલુ, 2022 સુધી બધા 36 વિમાન મળી જશે

શુક્રવારે લોકસભામાં કોંગ્રેસ અને બીજા વિપક્ષના સભ્યો તરફથી રાફેલ ડીલ પર ઉઠાવેલા સવાલોનો સંરક્ષણ મંત્રી સીતારમણે જવાબ આપ્યો.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે લોકસભામાં કોંગ્રેસ અને બીજા વિપક્ષના સભ્યો તરફથી રાફેલ ડીલ પર ઉઠાવેલા સવાલોનો સંરક્ષણ મંત્રી સીતારમણે જવાબ આપ્યો. સીતારમણે જણાવ્યુ છે કે ડીલ એકદમ સાફસુથરી છે અને આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલુ રાફેલ વિમાન ભારતને મળી જશે. વળી, 2022 સુધી બધા 36 વિમાન ભારતની સેના પાસે હશે. તમને જણાવી દઈએ કે વિપક્ષ મામલાની તપાસ માટે જેપીસી બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ સત્તાપક્ષ આના માટે તૈયાર નથી.

sitaraman

વિપક્ષના આરોપોને નકારતા કહ્યુ કે સીતારમણે કહ્યુ, રક્ષા ડીલ દેશના સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. દેશની સુરક્ષા સાથે સમજૂતી ન થઈ શકે. સીતારમણે લોકસભામાં કહ્યુ, ભારતને ચારેતરફથી ખતરો છે અને વિપક્ષ આ વાતને સમજે. ગયા વર્ષોમાં આપણા પડોશી દેશોએ સતત પોતાની સૈન્ય ક્ષમતા વધારી પરંતુ આપણે આવુ ન કરી શક્યા. કોંગ્રેસની સરકારોએ આના તરફ ધ્યાન ન આપ્યુ. એવામાં રાફેલ ખરીદવાનો નિર્ણય વાયુસેનાની જરૂરિયાતના હિસાબે લેવામાં આવ્યો.

રાફેલ પર ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આપણને આપણા પડોશી દેશોથી ખતરો છે માટે આપણે પોતાની સેનાને મજબૂતી આપવાની જરૂર છે. સરકાર ડીલ પર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે પરંતુ કોંગ્રેસને રક્ષા સોદાની ગોપનીયતા સમજવી જોઈએ. એચએએલના સોદા અંગે બીજી કંપનીને આપવા પર સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ ઘડિયાળી આંસુ ના વહાવો, યુપીએના સમયે પણ એચએનએલ સાથે કોઈ કરાર સાઈન કરવામાં નથી આવ્યો.

નિર્મલા સીતારમણે કહ્યુ કે રક્ષા સોદો અને રક્ષા સોદેબાજીમાં ફરક છે. કોંગ્રેસની તો રાફેલ ડીલ કરવાની નિયત જ નહોતી. અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષા સૌથી ઉપર છે એટલા માટે અમે નક્કી સમયથી 5 મહિના પહેલા જ બધા વિમાનો ભારત લાવી રહ્યા છે. ડીલના 3 વર્ષની અંદર આવી જશે જ્યારે કોંગ્રેસ આ કામ ન કરી શકી. યુપીએના સમયમાં 10 વર્ષ સુધી કરારની પ્રક્રિયા પણ પૂરી ન થઈ શકી જ્યારે અમે 3 મહિનામાં આ કરીને બતાવ્યુ છે.

શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો 15મો દિવસ છે. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ લોકસભામાં કહ્યુ કે રાફેલ મામલે સરકાર કોર્ટના ચુકાદાના આધારે ક્લીનચીટ લેવા ઈચ્છે છે પરંતુ અમે પહેલેથી જ આને ફગાવી દીધી હતી કે આના પર ચુકાદો જનતાની અદાલત સંસદમાં થવાનો છે. તેમણે કહ્યુ કે અમે જ્યારે જૂઠ પકડ્યુ ત્યારે સરકારે આ મામલે ભૂલ સુધારવા માટે કોર્ટમાં આવેદન કર્યુ છે. કેન્દ્ર સરકાર તો કોર્ટને પણ અંગ્રેજી ભણવાનું શીખવી રહી છે. વિમાનની કિંમત પર શંકાના ઘેરામાં છે. સરકાર શરૂઆતથી જ કિંમત છૂપાવી રહી છે અને તેના માટે કરારનો હવાલો આપી રહી છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાફેલ ડીલ પર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ ભીડે ધમકાવવા-ગાળો આપવા છતાં અડગ રહી મહિલા પત્રકાર, ન માની હારઆ પણ વાંચોઃ ભીડે ધમકાવવા-ગાળો આપવા છતાં અડગ રહી મહિલા પત્રકાર, ન માની હાર

English summary
Defence Minister nirmala sitharaman on Rafale jet deal in Lok Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X