For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણ મંત્રીનો પલટવાર-યુપીએ સરકાર જણાવે HAL સાથે રાફેલ ડીલ કેમ ન થઈ?

રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્રની ભાજપ સરકાર સતત એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્રની ભાજપ સરકાર સતત એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એંટની દ્વારા મંગળવારે લગાવાયેલા આરોપ પર સંરક્ષણ મંત્રી સીતારમણે પલટવાર કરતા કહ્યુ કે ડીલ યુપીએ સરકાર દરમિયાન નહોતી થઈ. આ ઉપરાંત યુપીએના કાર્યકાળ દરમિયાન હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) અને ડસોલ્ટ વચ્ચે પ્રોડક્શન અંગે સંમતિ પણ બની શકી નહોતી. એવામાં એચએએલ અને રાફેલ એક સાથે કામ કરી શકતા નહોતા. આ બધાની જવાબદારી કોંગ્રેસ પક્ષે લેવી જોઈએ.

nirmala sitaraman

સંરક્ષણ મંત્રીએ કહ્યુ, 'શું એ સ્પષ્ટ રીતે નથી જણાતુ કે એચએએલનો સાથ કોણે નથી આપ્યો. આ બધુ કોની સરકાર દરમિયાન થયુ.' તેમણે કહ્યુ કે એચએએલ સાથે કેમ ડીલ ન થઈ શકી, તેનો જવાબ યુપીએ આપવો જોઈએ. વળી નિર્મલા સીતરમણે એ વાતને પણ સ્પષ્ટ કરી કે આ નવી ડીલમાં બેઝ પ્રાઈઝ પહેલેથી નવ ટકા ઓછી છે. અમે એટલા એરક્રાફ્ટ જ ઓર્ડર કર્યા જેટલા અમે ઈચ્છતા હતા.
કંપની તરફથી પોતાની સફાઈમાં કહેવામાં આવ્યુ હતુ કે ડસોલ્ટે રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ કે એક્સપોર્ટ માટે પસંદ કર્યુ છે. વિદેશી વેંડર માટે ભારતીય પાર્ટનર પસંદ કરવામાં સંરક્ષણ મંત્રાલયની કોઈ ભૂમિકા નથી. વળી રશિયા સાથે એસ-400 મિસાઈલો માટે ચાલી રહેલી વાતચીત લગભગ અંતિમ ચરણ સુધી પહોંચી ગઈ છે. આપણે જોવાનું રહેશે કે આના પર રશિયાના રાષ્ટ્રપતિની યાત્રા પહેલા થાય છે. પરંતુ વાતચીત લગભગ પૂરી થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂનઆ પણ વાંચોઃ ગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂન

વળી, પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધતા નિર્મલા સીતારમણે કહ્યુ કે નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળવાની ઘટના આપણા જવાનો પર અસર કરી, કાશ તેમણે આ ના કર્યુ હોત. આર્મી સ્ટ્રક્ચરમાં ફેરફારોના સમાચારોનું ખંડન કરતા નિર્મલા સીતારમણે કહ્યુ કે મારી પાસે આવુ કોઈ પ્રપોઝલ નથી.

English summary
Defence Minister Nirmala Sitharaman says Deal did not happen during UPA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X