ફ્રાંસથી પાછા આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શસ્ત્રપૂજન આપ્યુ મોટુ નિવેદન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાંસના પ્રવાસેથી ગુરુવારે મોડી રાતે દિલ્લી પાછા આવ્યા છે. સ્વદેશ પાછા આવેલા રાજનાથ સિંહે રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા પર મચેલા હોબાળા પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે પૂજા પદ્ધતિ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. પાછા આવેલા રાજનાથ સિંહનુ એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે રાજનાથ સિંહ રાફેલ વિમાન રિસીવ કરવા માટે ફ્રાંસના પ્રવાસે હતા.
એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે મે એ જ કર્યુ જે મને યોગ્ય લાગ્યુ. આ મારો વિશ્વાસ છે કે આ એક સુપર પાવર છે અને મે બાળપણથી જ એ માન્યુ છે. મને લાગે છે કે કોંગ્રેસમાં પણ આ મુદ્દે વિભાજન થયુ હશે, આ દરેકનુ મંતવ્ય નહિ હોય. રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા પર મચેલા હોબાળા પર તેમણે કહ્યુ કે પૂજા પદ્ધતિ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ બુધવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસે આટલો દેખાડો નહોતો કર્યો જ્યારે એ સમયે બોફોર્સ ગન જેવા હથિયાર લઈને આવી હતી. તેના જવાબમાં કેથલની એક ચૂંટણી રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યુ હતુ કે કોંગ્રેસે કઈ વસ્તુની ટીકા કરવી છે અને કઈ વસ્તુની નહિ તેનુ મંથન કરવુ જોઈએ.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે લગભગ 30 મિનિટ રાફેલમાં ઉડાન ભરતા પહેલા તેની શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે રાફેલ પર 'ऊं' લખ્યુ અને રક્ષાસૂત્ર પણ બાંધ્યુ હતુ. રાજનાથ સિંહે ફ્રાંસના મેરીનેક એરબેઝમાં રાફેલ વિમાનને રિસીવ કર્યુ હતુ. રાફેલ રિસીવ કરતા પહેલા રાજનાથ સિંહે કહ્યુ કે ભારતીય વાયુસેના માટે આ દિવસ ઐતિહાસિક છે.
આ પણ વાંચોઃ આજે મહાબલીપુરમમાં ફરીથી મળશે જિનપિંગ અને પીએમ મોદી