For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'લેહ હોસ્પિટલ વિવાદ' પર આવ્યુ સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન

સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન સામે આવ્યુ છે. સાથે જ મંત્રાલયે આ રીતની અફવાઓ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સીમા વિવાદ વચ્ચે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેહનો પ્રવાસ કર્યો. આ દરમિયાન પરિસ્થિતિનુ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી. પીએમ મોદીએ જે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તેમાં જવાનોને ડ્રિપ લાગી હતી અને ના બેડ પાસે કોઈ ચિકિત્સા ઉપકરણો લાગેલા હતા. જેના પર વિપક્ષ સેના અને સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. હવે આ મામલે સંરક્ષણ મંત્રાલયનુ નિવેદન સામે આવ્યુ છે. સાથે જ મંત્રાલયે આ રીતની અફવાઓ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે.

PM Modi

સંરક્ષણ મંત્રાલય મુજબ ભારતીય સેના પોતાના જવાનોને સૌથી સારી આરોગ્ય સેવા પૂરી પાડે છે. ગલવાન ઘાટથી પાછા આવ્યા બાદ કોરોના વાયરસના કારણે ઘાયલ જવાનોને ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા હતા જ્યાં પીએમ મોદીએ જવાનોની મુલાકાત લીધી હતી, તે 100 બેડની ક્ષમતાવાળા જનરલ કૉમ્પ્લેક્સ છે જે જનરલ હોસ્પિટલનો જ ભાગ છે. ક્વૉરંટાઈનમાં હોવાના કારણે જવાનો પાસે ચિકિત્સા ઉપકરણ દેખાતા નહોતા. આ પરિસરમાં થોડા દિવસો પહેલા સેના પ્રમુખે પણ ઘાયલ જવાનો સાથે મુલાકાત કરી હતી. એવામાં આ વાત એકદમ નિરાધાર છે કે પીએમ મોદીને મળાવવા માટે જવાનોને બેડ પર બેસાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતાઓએ ઉઠાવ્યા હતા સવાલ

કોંગ્રેસ નેતા અભિષેક દત્તે પીએમ મોદીનો ફોટો પોસ્ટ કરીને લખ્યુ કે આ હોસ્પિટલ કેવી રીતે લાગી રહ્યુ છે, ના કોઈ ડ્રિપ, ડૉક્ટરની જગ્યાએ ફોટોગ્રાફર, બેડ સાથે કોઈ દવા નહિ, પાણીની બોટલ નહિ? તેમણે આગળ લખ્યુ કે ભગવાનનો શુકર છે કે આપણા વીર સૈનિકો એકદમ સ્વસ્થ છે. ભારત માતા કી જય. વળી, બીજી તરફથી કોંગ્રેસી નેતા સલમાન નિઝામીએ ટ્વિટર પર લખ્યુ કે જૂઠ બોલવા માટે જ પીએમ મોદીનો જન્મ થયો છે. પહેલા તે કહેતા હતા કે આપણા વિસ્તારમાં કોઈ આવ્યુ નથી. ત્યારબાદ ચીની હુમલામાં ઘાયલ જવાનો સાથે ફોટોશૂટ કરાવે છે. તેમણે કહ્યુ કે નિશ્ચિત રીતે મીડિયા તેમની ક્ષતિને નિયંત્રિત કરે છે પરંતુ મને લાગે છે કે આપણા વિસ્તાર અને સંપ્રભુતાને બહુ મોટુ નુકશાન પહોંચ્યુ છે.

ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેર અમદાવાદ વિશે રોચક વાતોભારતના સૌથી ઝડપથી વિકસતા શહેર અમદાવાદ વિશે રોચક વાતો

English summary
Defence Ministry clarification on pm modi leh hospital visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X