For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં હથિયારોના નિર્માણનો રસ્તો ખુલ્યો, જલ્દી શરૂઆત થશે

દેશમાં હથિયારોના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ઘ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભારત દુનિયાના દેશો સાથે મળીને પોતાના જ દેશમાં હથિયારો બનાવશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશમાં હથિયારોના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ઘ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભારત દુનિયાના દેશો સાથે મળીને પોતાના જ દેશમાં હથિયારો બનાવશે. આ પ્રોજેક્ટમાં પ્રાઇવેટ કંપનીઓની ભૂમિકા ખુબ જ અગત્યની રહેશે. આ બાબતે રક્ષા મંત્રાલયે સોમવારે અગત્યનો નિર્ણય લેતા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મોડેલ અપનાવવાની મંજૂરી આપી છે. જેને કારણે હથિયારોના નિર્માણ માટે પ્રાઇવેટ કંપનીઓ ખુબ જ જલ્દી આગળ વધી શકે છે.

નૌસેના જહાજ બનશે

નૌસેના જહાજ બનશે

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ વાતના દિશાનિર્દેશમાં મંત્રાલય ઘ્વારા ફક્ત એક વર્ષમાં તેને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પોલિસી એક વર્ષની અંદર જ તૈયાર કરવામાં આવી છે. પરંતુ કોઈ કારણસર પ્રોજેક્ટ અટકી ગયો હતો જેને આખરે રક્ષા મંત્રાલય ઘ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટસ હેઠળ ચોપર્સનું નિર્માણ કરવામાં આવશે. નૌસેના ને 21000 કરોડ રૂપિયાની કિંમતના 11 સશસ્ત્ર, બે એન્જીન ધરાવતા ચોપર્સ મળવા જઈ રહ્યા છે.

રક્ષા મંત્રાલયની અગત્યની મંજૂરી

રક્ષા મંત્રાલયની અગત્યની મંજૂરી

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ની અધ્યક્ષતામાં ડિફેન્સ એકવિજેશન કાઉન્સિલ ઘ્વારા નૌસેના હેલીકૉપટર માટે સ્પેસિફિક ગાઈડલાઈનને ગ્રીન સિગ્નલ આપ્યો છે. ત્યારપછી આ ચોપર્સનું નિર્માણ શરુ થઇ જશે. તેની સાથે સાથે સમુદ્રી સુરક્ષા માટે 8 જહાજો લેવા માટે 800 કરોડ રૂપિયાની સહમતી પણ આપી દેવામાં આવી છે.

1.25 લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ

1.25 લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ

આ પોલિસી હેઠળ ડિફેન્સ પીએસયુ અને ઓર્ડન્સ ફેક્ટરી બોર્ડ વચ્ચેના રસ્તા ખુલી ગયા છે. હવે વિદેશી કંપનીઓ સાથે મળીને ભારતમાં નિર્માણ કાર્ય શરુ થઇ શકે છે. આપણે જણાવી દઈએ જે વાયુસેનાને 114 લડાકુ વિમાન મળવાના છે જેમાં 85 ટકા વિમાનનું નિર્માણ ભારતમાં થશે. જેની કુલ અંદાજિત રકમ લગભગ 1.25 લાખ કરોડ છે.

English summary
Defence Ministry clears the big project after which production of weapons will start under Make in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X