સંસદમાં સંરક્ષણ મંત્રીએ આપી દૂર્ઘટનાની સંપૂર્ણ માહિતી, કહ્યુ - દૂર્ઘટનાની તપાસ કરાઈ રહી છે
નવી દિલ્લીઃ તમિલનાડુના કુન્નૂર પાસે બુધવારે સીડીએસ બિપિન રાવતનુ હેલિકૉપ્ટર ક્રેશ થઈ ગયુ જેમાં તેમના પત્ની સહિત 11 અધિકારીઓના નિધન થઈ ગયા. આ દૂર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ત્યારે ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં દૂર્ઘટનાને લઈને પોતાનુ નિવેદન આપ્યુ. સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર પૂરા સૈન્ય સમ્માન સાથે કરવામાં આવશે. આ સાથે તેમણે હેલિકૉપ્ટર દૂર્ઘટનાની ત્રિ-સેવા તપાસના આદેશ આપ્યા છે.
હેલિકૉપ્ટર દૂર્ઘટનાની તપાસ શરૂ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યુ કે હેલિકૉપ્ટર દૂર્ઘટનાની ત્રિ-સેવા તપાસ કરવામાં આવશે. સિંહે સંસદમાં પોતાનુ નિવેદન આપીને કહ્યુ કે એર માર્શનલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ત્રિકોણીય સેવા તપાસ દળ બુધવારે જ વેલિંગટન પહોંચી ગયુ અને આ મામલે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. પોતાના નિવેદનમાં લોકસભામાં રાજનાથ સિંહે કહ્યુ, 'ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકૉપ્ટર દૂર્ઘટનાની ત્રિસેવા તપાસના આદેશ આપ્યા છે, તપાસનુ નેતૃત્વ એર માર્શનલ માનવેન્દ્ર સિંહ કરશે. તપાસ ટીમ કાલે જ વેલિંટન પહોંચી અને તપાસ શરુ કરી દીધી.'
હેલિકૉપ્ટરમાં સવાર 14માંથી 13ના નિધન
લોકસભામાં બિપિન રાવતના હેલિકૉપ્ટર દૂર્ઘટના પર સંરક્ષણ મંત્રીએ જણાવ્યુ કે કુન્નૂર પાસે જંગલમાં ત્યાં હાજર લોકોએ હેલિકૉપ્ટરના અવશેષોને આગની લપેટોથી ઘેરાયેલી જોઈ. સ્થાનિક પ્રશાસને એક બચાવ દળ ઘટના સ્થળે પહોંચીને બચાવ અભિયાન કરીને લોકોને હૉસ્પિટલ પહોંચાડ્યા. હેલિકૉપ્ટરમાં સવાર કુલ 14માંથી 13 લોકોના જીવ ગયા છે.
એર ટ્રાફિક કંટ્રોલથી કપાયો સંપર્ક
તેમણે લોકસભામાં ઘટનાક્રમની માહિતી આપીને જણાવ્યુ કે જનરલ બિપિન રાવત પોતાના પ્રવાસ માટે તમિલનાડુના વેલિંગટન જઈ રહ્યા હતા. વાયુસેનાના Mi-17 V5 હેલિકૉપ્ટરે બુધવારે સવારે 11.48 વાગે સુલૂર એર બેઝથી ઉડાન ભરી અને તેને 12.15 વાગે લેન્ડ કરવાનુ હતુ પરંતુ સુલૂર એર બેઝના એર ટ્રાફિક કંટ્રોલે 12.08 વાગે પોતાનો સંપર્ક ગુમાવી દીધો.
પૂર્ણ સૈન્ય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર
બધા પાર્થિવ દેહને આજે સાંજ સુધી દિલ્લી લાવવામાં આવશે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ સેનાના વેલિંગટન હૉસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે અને તેમને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી, આગળ કહ્યુ કે સીડીએસ જનરલ બિપિન રાવતનુ પૂર્ણ સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અન્ય બધા સેના અધિકારીઓના અંતિમ સંસ્કાર યોગ્ય સૈન્ય સમ્માન સાથે કરવામાં આવશે.