દિલ્લીમાં રાતે પકડાયા 2 શંકાસ્પદ આતંકી, જીવતા કારતૂસ અને સેમી ઑટોમેટિક હથિયાર જપ્ત
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં ગઈ રાતે બે શંકાસ્પદ આતંકીઓને પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી 10 જીવતા કારતૂસ અને સેમી ઑટોમેટીક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. આ બંને જમ્મુ કાશ્મીરના રહેવાસી છે. આ વિશેની માહિતી સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્લી પોલિસના સ્પેશિયલ સેલના હવાલાથી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બંનેને સરાય કાલે ખાં વિસ્તારથી પકડવામાં આવ્યા છે. આ ધરપકડ સોમવારે રાતે લગભગ 10 વાગે થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અહીં પહોંચવાની માહિતી મળી હતી. ત્યારબાદ તેમને પકડવાની યોજના બનાવવામાં આવી.
દિલ્લી પોલિસે મામલાની માહિતી આપીને જણાવ્યુ છે કે જે શંકાસ્પદ આતંકી પકડાયા છે તેમાંથી એક બારામુલા જિલ્લામાં સ્થિત ડોરુ ગામનો રહેવાસી છે. જેની ઓળખ 22 વર્ષના અબ્દુલ લતીફ તરીકે થઈ છે. વળી, એક અન્ય શંકાસ્પદ આતંકી કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામનો રહેવાસી છે જેની ઓળખ 20 વર્ષના અશરફ ખટાના તરીકે થઈ છે. પોલિસ હવે આની માહિતી એકઠી કરવાની કોશિશ કરશે કે તેમની પાસે આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે દિલ્લીમાં આ હથિયારો સાથે શું કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં દિલ્લી-એનસીઆર સહિત દેશના અન્ય મોટા શહેરોમાં આતંકી હુમલા માટે ચેતવણી જારી કરવામાં આવી હતી. ખુફિયા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય આતંકી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ એલર્ટ જારી કર્યુ હતુ. ત્યારબાદથી બધી જગ્યાઓએ પોલિસ સતર્ક થઈ ગઈ છે. વળી, ઈનપુટ્સમાં એ પણ માહિતી સામે આવી કે આતંકી દિલ્લીના વિદેશી દૂતાવાસવાળા વિસ્તાર, ચર્ચ કે પછી બીજા ધાર્મિક સ્થળ, મોટી હોટલો, મહત્વપૂર્ણ ઈમારતો અને વિદેશી મૂવમેન્ટવાળા વિસ્તારોને નિશા બનાવી શકે છે. ત્યારબાદથી દિલ્લી સહિત બાકી સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
ભક્તે ઉમિયાધામમાં ચડાવી 24 કેરેટ સોનાના પરતવાળી ઘારી