• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્લીઃ મયૂર વિહારમાં 6 વર્ષની બાળકી સાથે હેવાનિયત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં કરાઈ ભરતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લી એક વાર ફરીથી બળાત્કારની ઘટનાની સાક્ષી બની છે. હજુ તો જૂના નાંગલ વિસ્તારમાં સગીર બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો કેસ ચાલી રહ્યો છે ત્યાં બુધવારે દિલ્લીના મૂયર વિહાર વિસ્તારમાં એક 6 વર્ષની બાળકીના યૌન શોષણથી હોબાળો મચી ગયો. આ ઘટનામાં દિલ્લી પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. કેસની ગંભીરતાને જોતા પોલિસ તપાસમાં લાગી ગઈ છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં થોડા દિવસો પહેલા 9 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા મામલે દેશભરમાં આક્રોશ છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના એક સપ્તાહ બાદ દિલ્લીમાં ફરીથી એક હેવાનિયતભરી ઘટના સામે આવી છે. દિલ્લી પોલિસે જણાવ્યુ કે 6 વર્ષની બાળકી સાથે રેપ કેસમાં આઈપીસીની કલમ 376 એબી(12 વર્ષથી નાના ઉંમરની બાળકી સાથે રેપ), પૉક્સો એક્ટ અને એસસી-એસટી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કેસ સાથે જોડાયેલા પોલિસ અધિકારીએ જણાવ્યુ કે પીડિત બાળકીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં તેને બાળ રોગ વિશેષજ્ઞના મંતવ્ય માટે એઈમ્સમાં રિફર કરવામાં આવી છે. બાળકીની હાલત સ્થિર છે, આરોપી તેનો પડોશી છે. મળતી માહિતી મુજબ પોલિસને બુધવારની બપોરે લગભગ 11 વાગે 6 વર્ષની બાળકી સાથે રેપ અને તેની ગંભીર હાલતની સૂચના મળી. મેડિકલ રિપોર્ટમાં બાળકી સાથે બળાત્કારની પુષ્ટિ કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય કુલદીપ કુમારે મીડિયાકર્મીઓ સાથે વાત કરીને માહિતી આપી કે પીડિતાની હાલત નાજુક છે અને દિલ્લીના કેન્ટની ઘટના બાદ આ એક વધુ શરમજનક ઘટના છે. રેપ અને હેવાનિયતના કારણે જ બાળકીની હાલત ગંભીર થઈ છે.

English summary
Delhi: 6-year girl sexualy assault in Mayur Vihar admitted to hospital in critical condition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X