8 માસની બાળકી સાથે 28 વર્ષીય પિત્રાઇ ભાઇએ કર્યું દુષ્કર્મ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં ફરી એકવાર એવી ઘટના બની છે, જેનાથી સમગ્ર દેશ હલી ઉઠ્યો છે. માત્ર 8 માસની બાળકી સાથે બળાત્કાર થયો હોવાની વાત સામે આવી છે. બાળકીના 28 વર્ષીય પિત્રાઇ ભાઇએ જ આ હિચકારું કૃત્ય કર્યું હતું અને આ માટે તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને બાળકીને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની હાત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બાળકીનો પરિવાર શકૂરપુર વસ્તીમાં રહે છે, તેના પિતા મજૂરી કરે છે અને માતા અન્યના ઘરોમાં સાફ-સફાઈઇનું કામ કરે છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરી આ મામલાની નિંદા કરી છે. તેમનું કહેવું છે કે, આનાથી વધુ ખરાબ શું હોઇ શકે. આ ઘટના રવિવારની છે. બાળકીની માતા રવિવારે રાત્રે કામ કરીને ઘરે આવી ત્યારે તેને આ ઘટનાની જાણ થઇ.

Delhi

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, રવિવારે બાળકીની માતા તેને પોતાના સગાવ્હાલાના ભરોસે છોડી કામ કરવા ગઇ હતી. તેના પિતા પણ પોતાના કામે હતા. મોડી સાંજે જ્યારે માતા પરત ફરી ત્યારે બાળકી સતત રડી રહી હતી અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. આથી બાળકીની માતા તુરંત તેને હોસ્પિટલ લઇ ગઇ, જ્યાં બાળકી સાથે બળાત્કાર થયો હોવાની વાતની પુષ્ટિ થઇ. આ દરમિયાન આરોપી ફરાર થયો ગયો હતો, જો કે પોલીસે પછી તેને પકડી પાડ્યો હતો. પોલીસ અનુસાર, આરોપીની ઓળખાણ સૂરજ તરીકે થઇ છે, જે બાળકીના કાકાનો છોકરો ઠેય સૂરજ પણ પોતાના પરિવાર સાથે એ જ મકાનમાં રહે છે અને પરિણીત છે. સૂરજ તે સમયે નશામાં હતો.

Swati Maliwal

'દિલ્હી મહિલા આયોગનો રેપ'

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટમાં કહ્યું કે, આનાથી ખરાબ શું હોઇ શકે, રાજધાનીમાં એક 8 માસની બાળકી સાથે બળાત્કાર થયો. તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આરોપીને એક પુત્ર અને એક પુત્રી છે, આમ છતાં તેણે આવું કૃત્ય આદર્યું. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, આ માત્ર 8 માસની બાળકીનો બળાત્કાર નથી, આ દિલ્હી મહિલા આયોગનો બળાત્કાર છે.

English summary
An eight-month-old girl suffered injuries to her private parts and underwent a surgery after she was sexually assaulted allegedly by her 28-year-old cousin at her house in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.