For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી હોસ્પિટલો ની મનમાની પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

દેશની રાજધાનીમાં ખાનગી હોસ્પિટલો ઘ્વારા કરવામાં આવતી મનમાની પર દિલ્હી સરકાર નવો નિયમ લાવવા માટે તૈયારી કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં ખાનગી હોસ્પિટલો ઘ્વારા કરવામાં આવતી મનમાની પર દિલ્હી સરકાર નવો નિયમ લાવવા માટે તૈયારી કરી રહી છે. આ નિયમ હેઠળ જો દર્દીને અર્જન્ટ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને 6 કલાકની અંદર તેની મુર્ત્યું થઇ જાય તેવી હાલતમાં તેની ફી માટેનો એક ભાગ દર્દીના પરિવાર પાસેથી નહીં લેવામાં આવે. તેની સાથે સાથે ખાનગી હોસ્પિટલો ઘ્વારા કરવામાં આવતી લૂંટ રોકવા માટે તેઓ ઘણા નવા પ્રસ્તાવ લઈને આવી રહ્યા છે.

સામાન્ય જનતા આપી શકે છે સલાહ

સામાન્ય જનતા આપી શકે છે સલાહ

દિલ્હી સરકાર ઘ્વારા કરવામાં આવેલી રહેલા આ અધ્યાદેશમાં બદલાવ કરવા માટે સામાન્ય લોકો પાસેથી સલાહ પણ લેવામાં આવશે. આ અધ્યાદેશમાં સૌથી સારી બાબત છે કે જો દર્દીને અર્જન્ટ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને 6 કલાકની અંદર તેની મૌત થઇ જાય તો દર્દીના પરિવારે હોસ્પિટલનું 50 ટકા બિલ ચૂકવવું નહીં પડે.

24 કલાકની અંદર મૃત્યુ થવા પર 20 ટકા ફી માફ

24 કલાકની અંદર મૃત્યુ થવા પર 20 ટકા ફી માફ

સરકારે આ અધ્યાદેશમાં એવો પણ પ્રસ્તાવ રાખ્યો છે કે જો દર્દી 24 કલાકની અંદર મૃત્યુ પામે તો તેની 20 ટકા ફી માફ કરી દેવામાં આવે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને એવી ઘણી ફરિયાદો મળી રહી છે કે ખાનગી હોસ્પિટલો ખોટી રીતે પૈસા વસૂલ કરે છે. જેના કારણે નવી નીતિ હોસ્પિટલોમાં પારદર્શિતા લાવશે.

ખોટી રીતે પૈસા વસૂલ કરે છે

ખોટી રીતે પૈસા વસૂલ કરે છે

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કેકે અગ્રવાલ ઘવાતા જણાવવામાં આવ્યું કે સૌથી વધુ ઘોટાળો ત્યારે થાય છે જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાના થોડા જ કલાકોમાં તેની મૌત થઇ જાય છે. ત્યારપછી દર્દીના પરિવારને મોટા મોટા બિલ પકડાવી દેવામાં આવે છે. એટલા માટે અમે આ વાત વિશે જણાવ્યું કે માનવતાના આધારે તેમને બિલમાં 50 ટકા છૂટ આપવામાં આવે.

સસ્તી દવાઓ લખવા માટે અપીલ

સસ્તી દવાઓ લખવા માટે અપીલ

નવા અધ્યાદેશમાં ડોક્ટરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દર્દીઓને તે 376 દવાઓમાંથી જ દવાઓ લખે જે નેશનલ લિસ્ટ ઓફ એસોસિયેશન મેડિસિનમાં શામિલ છે. આ દવાઓ પર હોસ્પિટલ એમઆરપી અથવા તો ખરીદીના 50 ટકા ભાગ લઇ શકે છે, અથવા તો બંનેમાંથી જે ઓછું હોય તે કિંમત લઇ શકે છે. આ કિંમત બધા જ ડિસ્પોઝેબલ જેવા કે ગ્લવ્ઝ, સિરિંઝ, કોટન વગેરે પર લાગુ પડે છે.

દર્દીને ઉપચાર વિશે જાણકારી આપવી પડશે

દર્દીને ઉપચાર વિશે જાણકારી આપવી પડશે

નવી નીતિમાં સાફ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલે દર્દીને ઉપચાર પેકેજ વિશે જાણકારી આપવી પડશે. તેમના કેટલો ખર્ચ આવશે તેના વિશે પણ પુરી માહિતી આપવી પડશે. તેની સાથે સાથે એવી પણ જાણકારી આપવામાં આવી કે કોઈ પણ દર્દીની ગંભીર હાલતમાં પૈસાની ખોટને કારણે ઉપચાર રોકી નહીં શકાય. દિલ્હી સરકારની નીતિ પહેલા કેબિનેટમાં એલજી પાસેથી પાસ થવું જરૂરી છે.

English summary
Delhi AAP government new policy will waive off partial fees if patient dies in a day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X