• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેજરીવાલે કોંગ્રેસ-ભાજપ રમી ક્વિઝ-ગેમ, પૂછ્યા 18 પ્રશ્નો

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: અત્યાર સુધી ભારતીય ઇતિહાસમાં દિલ્હીની રાજગાદી માટે આ પ્રકારની પરિસ્થિતી સામે આવી નથી જે પ્રકારે હાલાત આજે દિલ્હીનું સિંહાસન જોઇ રહ્યું છે. દિલ્હીમાં સરકાર કોની બનશે અને કેવી રીતે બનશે આ વાત પર ફેંસલો હજુ સુધી અટકેલો છે. ભાજપ અને આપ બંનેની પાસે પર્યાપ્ત જનાધાર નથી. એવામં ગઠબંધન વિના દિલ્હીમાં સરકાર બનાવવી અસંભવ છે.

ભાજપની મનાઇ બાદ આજે અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપ રાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત કહ્યું હતું કે, 'અમે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. અમે રાજનાથ સિંહને પત્ર લખ્યો છે.'

તેમને સરકાર બનાવવાના નિર્ણય પર નજીબ જંગ પાસે 10 દિવસનો સમય માંગ્યો છે. અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 'અમે તમારું સમર્થન નથી માંગ્યું. અમે તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેના પર તમારી મંશા જાણવા માંગી છે. અમે દિલ્હી સાથે જોડાયેલા 18 મુદ્દાઓ પર તેમના વિચાર જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જેના પર કોંગ્રેસ દ્વારા જવાબ આવ્યો કે આમ આદમી પાર્ટી (આપ)ના પત્રનો જવાબ એક-બે દિવસમાં આપશે. કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદે મીડિયાને કહ્યું હતું કે 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અરવિંદ કેજરીવાલને પત્રની જવાબદારી મને સોંપી છે અને અમે એક-બે દિવસમાં તેમનો જવાબ તૈયાર કરી મોકલી આપીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઉપ રાજ્યપાલ નજીબ જંગને કોંગ્રેસને ચિઠ્ઠી મોકલી હતી કે તે દિલ્હીમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીને બિનશરતી સમર્થન આપવા માટે તૈયાર છે.

આવો તમને જણાવીએ તે 18 પ્રશ્નો કયા છે જેનાપર સ્પષ્ટીકરણ આમ આદમી પાર્ટી માંગે છે. નીચેના સ્લાઇડર પર ક્લિક કરો અને જાણો કેજરીવાલના 18 પ્રશ્નો?

પ્રશ્ન નંબર 1

પ્રશ્ન નંબર 1

દિલ્હીથી વીઆઇપી સંસ્કૃતિ દૂર થવી જોઇએ. કોઇપણ ધારાસભ્ય અને મંત્રી અથવા દિલ્હીનો અધિકાર લાલ બત્તીવાળી કારનો ઉપયોગ નહી કરે. તેમને આલીશાન બંગલા અને વિશેષ સુરક્ષા પુરી પાડવામાં નહી આવે.

પ્રશ્ન નંબર 2

પ્રશ્ન નંબર 2

જનલોકપાલ વિધેયક જે સ્વરૂપને લઇને અણ્ણા હઝારેએ અનશન કર્યા છે, તેને મંજૂર કરવો પડશે.

પ્રશ્ન નંબર 3

પ્રશ્ન નંબર 3

જનતા ગ્રામસભામાં પોતાના વિસ્તાર અને વસ્તીની જરૂરિયાતો પર સીધો નિર્ણય લેશે, જેને દરેક વિસ્તર અને કોલોનીઓમાં આયોજીત કરવામાં આવશે.

પ્રશ્ન નંબર 4

પ્રશ્ન નંબર 4

'આપ' દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરે છે. કેન્દ્ર સરકાર દિલ્હી ડેપલોપમેન્ટ ઑથોરાઈઝેશન (ડીડીએ) અને પોલીસ કન્ટ્રોલ દૂર કરવામાં આવે.

પ્રશ્ન નંબર 5

પ્રશ્ન નંબર 5

પાર્ટી દિલ્હી સ્થિત દરેક વિજ કંપનીઓના ખાનગીકરણ સમયે તેના વિશેષ ઓડિટની માંગ કરે છે, જે કંપનીઓ તેમાં ભાગ નથી લેતી, તેનું લાયસન્સ રદ કરવામાં આવે.

પ્રશ્ન નંબર 6

પ્રશ્ન નંબર 6

વિજળી મીટરોની તપાસ કરવામાં આવે.

પ્રશ્ન નંબર 7

પ્રશ્ન નંબર 7

દરેક વ્યક્તિઓને દરરોજ 220 લીટર પાણી પુરુ પાડવામાં આવે છે એમ કહેવામાં આવે છે. પરંતુ આ ક્યાં છે?

પ્રશ્ન નંબર 8

પ્રશ્ન નંબર 8

આપ ગરકાયદેસર વસ્તીઓને નિયમિય કરવવા માંગે છે. દિલ્હીમાં 30 ટકા લોકો એવી વસ્તીમાં રહે છે અને તેમને કાયદેસર કરવામાં આવે.

પ્રશ્ન નંબર 9

પ્રશ્ન નંબર 9

પાર્ટી એ જાણવા માંગે છે કે ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકો માટે સ્વચ્છ અને સસ્તા પાકા મકાન આપવાના નિર્ણય પર કોંગ્રેસ અને ભાજપ સાથે આપશે.

પ્રશ્ન નંબર 10

પ્રશ્ન નંબર 10

'આપ' કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓને કાયમી કરવાના મુદ્દે સમર્થન ઇચ્છે છે.

પ્રશ્ન નંબર 11

પ્રશ્ન નંબર 11

આપ સામાન્ય વ્યવસાયીઓને રોડ, વિજળી અને પાણી જેવી આધારમૂળ સુવિધાઓ આપવા માંગે છે.

પ્રશ્ન નંબર 12

પ્રશ્ન નંબર 12

'આપ' એફડીઆઇના વિરૂદ્ધ છે.

પ્રશ્ન નંબર 13

પ્રશ્ન નંબર 13

પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીના ગામડાઓના ખેડૂતોને સુવિધા અને સબસિડી અપાવવા માંગે છે.

પ્રશ્ન નંબર 14

પ્રશ્ન નંબર 14

પાર્ટીએ 500 સરકારી સ્કૂલો ખોલવા અને ખાનગી સ્કૂલોમાં ડૉનેશન બંધ કરવા તથા ફી સિસ્ટમને પારદર્શી બનાવવાના મુદ્દે પણ કોંગ્રેસ અને ભાજપનું વલણ જાણવા માંગે છે.

પ્રશ્ન નંબર 15

પ્રશ્ન નંબર 15

પાર્ટીએ કહ્યું હતું કે તે સારી સુવિધાઓવાળી નવી સરકારી હોસ્પિટલ ખોલવા માંગે છે.

પ્રશ્ન નંબર 16

પ્રશ્ન નંબર 16

આપ મહિલાઓ માટે વિશે સુરક્ષા એકમ બનાવવા માંગે છે અને ઉત્પીડનના બધા કેસનો ત્રણ મહિનામાં નિકાલ થવો જોઇએ.

પ્રશ્ન નંબર 17

પ્રશ્ન નંબર 17

આપ પર્યાપ્ત માત્રામાં કોર્ટ સ્થાપવા માંગે છે અને નવા ન્યાયાધીશોને નિમવા માંગે છે, જેથી કેસ પર સુનાવણી છ મહિનામાં પુરી થઇ શકે.

પ્રશ્ન નંબર 18

પ્રશ્ન નંબર 18

આપ જાણવા માંગે છે કે આ મુદ્દાઓ પર દિલ્હી નગર નિગમ સમર્થન કરશે.

English summary
The Aam Aadmi Party (AAP) Saturday sought 10 days from Delhi Lt Governor Najeeb Jung to decide on government formation, while shooting off letters to the Congress and the BJP to know their stand on 18 issues concerning the people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more