For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Acid Attack: ફ્લિપકાર્ટ પર એસિડ વેચનાર સેલર બ્લેક લિસ્ટમાં, કંપનીએ કહ્યુ - તપાસમાં આપી રહ્યા છે સહકાર

17 વર્ષીય કિશોરી પર દિલ્લીમાં બુધવારે થયેલા એસિડ એટેક બાદ ઑનલાઈન શોપિંગ કંપની ફ્લિપકાર્યે અધિકૃત નિવેદન જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

Flipkart on Delhi acid attack: દિલ્લીના ઉત્તમ નગરમાં બુધવારે સવારે સ્કૂલે જવા માટે ઘરેથી નીકળેલી 17 વર્ષીય છાત્રા પર થયેલા એસિડ એટેક બાદ ઓનલાઈન શોપિંગ કંપની ફ્લિપકાર્ટે દિલ્લીમાં 17 વર્ષની છોકરી પર એસિડ એટેક પર સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. હુમલાની નિંદા કરતા ફ્લિપકાર્ટે કહ્યુ કે, એસિડ વેચનારને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આરોપીએ પીડિતા પર એસિડ ફેંકવા માટે ફ્લિપકાર્ટથી ઑનલાઈન એસિડ ખરીદ્યુ હતુ. દિલ્લી પોલીસે ફ્લિપકાર્ટને પણ નોટિસ પાઠવી હતી.

flipkart

ફ્લિપકાર્ટે કહ્યુ - અમે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ

હવે ફ્લિપકાર્ટે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે, 'અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિતા અને તેના પરિવાર સાથે છે. ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ નિયમોનું ઉલ્લંઘન કરતા ઉત્પાદનોની નજીકથી દેખરેખ રાખે છે અને તેને દૂર કરે છે. ફ્લિપકાર્ટે વધુમાં કહ્યુ કે, 'ગેરકાયદે, અસુરક્ષિત અને પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણમાં રોકાયેલા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. સંબંધિત વિક્રેતાને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે અને અમે તપાસમાં તમામ શક્ય સહકાર આપી રહ્યા છીએ.

બ્રેકઅપ પછી આરોપીએ પીડિતા પર ફેંક્યુ એસિડ

દિલ્લીમાં બુધવારે (14 ડિસેમ્બર) 17 વર્ષની છોકરી પર બાઇક પર સવાર બે યુવકોએ કથિત રીતે બ્રેક-અપ બાદ એસિડ ફેંક્યુ હતુ. મુખ્ય આરોપી સચિન અરોરા અને પીડિતા કથિત રીતે રિલેશનશિપમાં હતા પરંતુ ત્રણ મહિના પહેલા તેમનુ બ્રેકઅપ થયુ હતુ. સચિને અન્ય બે આરોપીઓ હર્ષિત અને વીરેન્દ્ર સાથે મળીને હુમલાની યોજના બનાવી હતી. ત્રણેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એસિડ ફેંકતી વખતે સચિન બાઇકની પાછળ બેઠો હતો અને હર્ષિત બાઇક ચલાવી રહ્યો હતો.

ફ્લિપકાર્ટથી ઑનલાઈન ખરીદ્યુ એસિડ

પોલીસે જણાવ્યુ કે હુમલા સમયે ત્રીજો આરોપી વીરેન્દ્ર સચિનનો મોબાઈલ ફોન અને તેની સ્કૂટી લઈને કોઈ અન્ય જગ્યાએ ગયો હતો જેથી લોકેશન ના આવી શકે. પૂછપરછ દરમિયાન સચિન અરોરાએ દાવો કર્યો હતો કે તેણે આ એસિડ ફ્લિપકાર્ટ પરથી ખરીદ્યુ હતુ. જે બાદ ફરી એકવાર ખુલ્લેઆમ એસિડ વેચવા પર સવાલો ઉભા થવા લાગ્યા છે. દિલ્લી મહિલા આયોગે આ મામલે ફ્લિપકાર્ટ અને એમેઝોનને નોટિસ મોકલી છે.

English summary
Delhi Acid Attack: We have blacklisted the seller, co operating with probe says Flipkart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X