• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બળાત્કાર કેસઃ પ્રદર્શનકારી યુવતીને ACPએ મારી થપ્પડ, સસ્પેન્ડ

|
delhi-women
નવી દિલ્હી, 19 એપ્રિલઃ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમનું અપહરણ કરીને બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો ભડક્યો છે અને ધીરે-ધીરે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જે હોસ્પિટલમાં પીડિતાને દાખલ કરવામાં આવી છે, તેની બહાર પણ મોટી સંખ્યામાં જનતા પ્રદર્શન કરી રહી છે. આ વચ્ચે પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે બોલાચાલી થઇ ગઇ, ત્યારબાદ ખજૂરી ખાસના એસપી બીએસ અહલાવતે એક યુવતીને થપ્પડ માર્યા. થપ્પડ એટલી જોરથી મારવામાં આવ્યો હતો કે યુવતીના કાનમાંથી લોહી નિકળવા લાગ્યું. જો કે, તત્કાળ પ્રભાવથી એસપીને સંસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે ઉગ્ર ભીડે બળાત્કાર પીડિત બાળકીને જોવા આવેલા દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી એકે વાલિાય સાથે લોકોએ ધક્કા મુક્કી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકીને સારી સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

બાળકીના પરિજનો, પડોશીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપીની ટૂંક સમયમાં ધરપકડની માંગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત તથા દિલ્હી પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ બાળકીને સારી સારવાર માટે એમ્સ જેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. બાળકીના પિતાએ જણાવ્યું કે, જ્યારે બાળકી પાડોસીના ઘરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી, તો પોલીસએ તેને ચૂપ રહેવ માટે બે હજાર રૂપિયા આપવાની વાત કરતા કહ્યું કે, સારું છે કે બાળકી જીવિત તો છે.

ડોક્ટર્સનું કહેવું છે કે, આવનારા 24થી 28 કલાક આ બાળકીના જીવન માટે ઘણા જ મહત્વના છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેનું જીવન જોખમમાં છે, પરંતુ બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં નર્સરીમાં ભણતી માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા યુવકે તેનું અપહરણ કર્યુ અને ચાર દિવસ સુધી તેની સાથે બળાત્કાર કર્યો. પરિજનોએ બાળકીને આસપાસ શોધી, પરંતુ આરોપીએ બાળકીના હાથ-પગ બાંધી દીધા હતા અને ચાર દિવસથી તેને જમવાનું આપવામાં આવ્યું નહોતુ. પોલીસે જણાવ્યું કે 14 એપ્રિલે બાળકી અચાનક પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ. તેની શોધખોળ કરવામાં આવી પરંતુ તે મળી નહીં. લોકોએ જણાવ્યું કે, આરોપી પણ બાળકીને શોધવાનો ઢોંગ પરિવારજનો સાથે કરી રહ્યો હતો. પરિવારજનો ને અંદાજો પણ નહોતો કે તેમની સાથે તેમની બાળકીને શોધવામાં મદદ કરી રહેલી વ્યક્તિએ જ બાળકીનું અપહરણ કર્યું છે. જ્યારે બાળકી મળી નહીં તો 15 એપ્રિલે ગાંધીનગર પોલીસ મથકે બાળકી ગાયબ થઇ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બુધવારની બપોરે રૂમમાં અચાનક બાળકીનો રડવાનો અવાજ આવ્યો. અવાજ એ જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી આવી રહ્યો હતો. પરિવારજનોએ તુરત પોલીસને ફોન કર્યો અને રૂમનું તાળું તોડ્યું. બાળકીની હાલત ઘણી જ નાજુક હતી તેથી તેને તત્કાળ એલબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મેડિકલ તપાસમાં બળાત્કારની પૃષ્ટિ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ માસૂમની સાથે ઘણી વાર બળાત્કાર કર્યો હતો જે ધીરે-ધીરે બેભાન થઇ રહી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે બાળકીના પેટમાંથી બોટલ અને મિણબત્તી નીકળી હતી. જાણકારી અનુસાર હવે બાળકીની હાલત ઘણી જ નાજૂક છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાનું કહેવું છે કે જે હોસ્પિટલમાં સિટી સ્કેન કરવાની સુવિધા નથી, તેવી હોસ્પિટલમાં બાળકીને રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે જો બાળકીને કંઇપણ થયું તો તેના માટે જવાબદાર દિલ્હી પોલીસ અને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત હશે.

English summary
ACP Ahlawat, the police official pictured slapping a woman protestor inside the hospital where the five-year-old rape victim is being treated, has been suspended and an inquiry ordered against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more