દિલ્લીની હવા 'ખૂબ ખરાબ', પ્રદૂષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્લીઃ રાજધાનીની આબોહવા સોમવારે પણ ઘણી ખરાબ શ્રેણીમાં છે. વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલી(SAFAR)એ માહિતી આપી છે કે આજે પણ દિલ્લીનો વાયુ ગુણવત્તા સૂચકાંક(AQI) 318 છે કે જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. જો કે કાલની સરખામણીમાં આજે AQI થોડો ઘટ્યો છે. રવિવારે દિલ્લીનો વાયુ ગુણવત્તા સૂચકાંક(AQI) 386 હતો.
દિલ્લીમાં વધતા પ્રદૂષણને જોતા આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે મહત્વની સુનાવણી પણ થવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટ પ્રદૂષણના મુદ્દે દિલ્લી સરકારને મહત્વના નિર્દેશ આપી શકે છે. આ પહેલા કોર્ટે દિલ્લી સરકારને પ્રદૂષણના મુદ્દે ઘણુ ઝાટક્યુ હતુ અને કહ્યુ હતુ કે કોઈ પણ પ્રકારની બેદરકારી અને નબળુ વલણ સહન કરવાને લાયક નથી. જો જરૂર પડે તે બે દિવસનુ લૉકડાઉન લગાવી દો.
ખેડૂતોને કોસવાનુ એક ફેશન બની ગઈ છે
કોર્ટે સરકારને ઝાટકીને કહ્યુ હતુ કે પ્રદૂષણ માટે ખેડૂતોને કોસવાનુ હવે એક ફેશન બની હયુ છે. સરકાર પોતાનો પ્લાન જણાવે કે તે રાજધાનીમાં પ્રદૂષણને રોકવા માટે શું કરવાની છે. સરકારે પ્રદૂષણના મુદ્દે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યા હતા. શનિવારની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યુ હતુ કે 'અમને જણાવો કે અમે AQIને 500થી ઓછામાં ઓછા 200 પોઈન્ટ કેવી રીતે ઘટાડી શકીએ છીએ?'
પ્રધાન ન્યાયાધીશ એન વી રમનાની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ કે પ્રદૂષણની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પોતાના ઘરોની અંદર માસ્ક પહેરે છે, અમારે ઘરે પણ માસ્ક પહેરવુ પડશે? વાયુ પ્રદૂષણ સામે લડવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? કોર્ટે કહ્યુ કે સૂકુ ઘાસ બાળવા માટે બે લાખ મશીનો ઉપલબ્ધ છે, કેન્દ્ર/રાજ્ય સરકાર ખેડૂતોને આ મશીનો કેમ નથી શકતી?
એક સપ્તાહ સુધઈ માટે સ્કૂલો બંધ
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં પ્રદૂષણની સ્થિતિને જોતા દિલ્લી સરકારે સોમવારે એક સપ્તાહ સુધી માટે સ્કૂલોને બંધ કરવાનુ એલાન કર્યુ છે અને 17 નવેમ્બર સુધી બધી બાંધકામ ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી છે. સરકારી કર્મચારીઓેને ઘરમાંથી કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને ખાનગી કાર્યાલયોને પણ આમ કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રદૂષણની માર માત્ર દિલ્લી જ નહિ પરંતુ આખુ એનસીઆર આનાથી પરેશાન છે.
આ છે આંકડા
નોઈડાનો AQI 482
ગુરુગ્રામનો AQI 428
ગાઝિયાબાદનો AQI 458
ગ્રેટર નોઈડાનો AQI 443
ફરીદાબાદનો AQI 465
આગ્રાનો AQI 402
બહાદૂરગઢનો AQI 431
વલ્લભગઢનો AQI 424
ભિવાનીનો AQI 472
બુલંદશહરનો AQI 475