Delhi-NCR Pollution: દિલ્લીની હવા આજે પણ ખૂબ ખરાબ, AQI પહોંચ્યો 347, લૉકડાઉન અંગે થઈ શકે છે નિર્ણય
નવી દિલ્લીઃ પ્રદૂષણની માર સહન કરી રહેલ દિલ્લીની હવા આજે પણ ઝેરી છે. આજે પણ દિલ્લીનો AQI 347 છે કે જે ખરાબ શ્રેણીમાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)એ આ માહિતી આપી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્લીમાં પ્રદૂષણના કારણે સ્કૂલો-કૉલેજો બંધ છે અને સરકારી કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને શહેમાં બિનજરૂરી સામાન લાવી રહેલી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. હાલમાં આ બધી વાતોની સમય સીમા સમાપ્ત થઈ રહી છે. એવામાં આજે સીએક્યુએમ આ પ્રતિબંધો વિશે સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. જો કે દિલ્લીમાં પ્રદૂષણ હજુ પણ ચરમ સ્તર પર છે.
આજે સરકાર દિલ્લીમાં લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરી શકે છે. આમ પણ સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્લી સરકારને કડક નિર્ણયો પર વિચાર કરવાના નિર્દેશ આપ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે રાજધાનીનુ મહત્તમ તાપામન 27 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આઈએમડીએ કહ્યુ છે કે આજે દિલ્લીમાં હળવો વરસાદ થવાના અણસાર છે. જો આવુ થાય તો આનાથી પ્રદૂષણ તો ઘટશે પરંતુ ઠંડીાં વધારો થશે. તમને જણાવી દઈએ કે હાલમાં માત્ર દિલ્લી જ નહિ પરંતુ એનસીઆર પ્રદૂષણમાં જકડાયેલુ છે જેના કારણે શ્વાસ લેવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે.
શનિવારે મુખ્ય શહેરોનો AQI રેકૉર્ડ
ગુરુગ્રામમાં AQI 352
લખનઉમાં AQI 241
ફરીદાબાદમાં AQI 348
ગાઝિયાબાદમાં AQI 363
ગ્રેટર નોઈડામાં AQI 351
મુરાદાબાદમાં AQI 344
આગ્રામાં AQI 349
જયપુરમાં AQI 289
ખાસ વાતો
PM10 કે પર્ટિક્યુલેટ મેટર કહેવાય છે કે જે વાયુમાં હાજર ઠોસ કણો અને તરલ ટીપાંનુ મિશ્રણ હોય છે.
AQI એક સંખ્યા છે જેનો ઉપયોગ સરકારી એજન્સીઓ દ્વારા વાયુ પ્રદૂષણના સ્તરને બતાવવા માટે કરે છે.