દિલ્લીની વાયુ ગુણવત્તા પહોંચી 'ગંભીર' સ્થિતિમાં, AQI 400ને પાર
નવી દિલ્લીઃ તમામ કોશિશો છતાં દિલ્લીમાં પ્રદૂષણ ઘટવાનુ નામ નથી લઈ રહ્યુ. આજે પણ રાજધાનીમાં હવા ખૂબ જ વધુ ખરાબ છે. AQI આજે 400ને પાર કરી ગયો છે. ગુરુવારે સવારે આનંદ વિહારમાં હવાની ક્વૉલિટીનો સૂચકાંક (AQI) 401, અલીપુરમાં 405 AQI અને વજીરપુરમાં 410 AQI નોંધવામાં આવ્યો છે. દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના આંકડા અનુસાર બધા ત્રણ 'ગંભીર' કેટેગરીમાં છે. આજે પણ દિલ્લીમાં સવારે ધૂમ્મસની સફેદ ચાદર છવાઈ છે. જો કે દિલ્લી સરકાર સતત પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોશિશમાં લાગેલી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્લી સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસીને લાગુ કરી છે જેનાથી દિલ્લીના વાયુ પ્રદૂષણને ઘટાડી શકાય. વળી, દિલ્લીવાસી આ વખતે દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકશે. આનુ ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રીન ફટાકડાની અનુમતિ
બુધવારૈ દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યુ કે આ વખતે દિલ્લામાં માત્ર ગ્રીન ફટાકડાનુ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવાની મંજૂરી રહેશે. તેમણે કહ્યુ કે દિવાળી પર ફોડાતા ફટાકડાથી દિલ્લીની હવા પ્રદૂષિત થઈ જાય છે અને તેનુ લોકોના જીવન પર ગંભીર અસર થાય છે. તેમણે એ પણ જણાવ્યુ કે દિલ્લી સરકાર ત્રણ નવેમ્બરથી એન્ટી ક્રેકર અભિયાન શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે દર વખતે દિલ્લી દિવાળી બાદ વધુ પ્રદૂષિત થઈ જાય છે માટે આ વખતે સરકારે કડકાઈથી આ પગલાં લીધા છે.
ઠંડી અને પ્રદૂષણથી કોરોનાનુ જોખમ
તમને જણાવી દઈએ કે રાજધાનીમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી દિલ્લી-એનસીરના તાપમાનમાં ઘટાડો આવ્યો છે પરંતુ પારો ઘટવાથી વાયુ પ્રદૂષણ પણ વધવા લાગ્યુ છે અને સાથે જ ધૂળ અને સૂકા ઘાસને બાળવાથી થતો ધૂાડો પણ હવાને વધુ પ્રદૂષિત કરી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કારણકે જો દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ વધ્યુ તો કોરોના સામે જંગ લડી રહેલ રાજધાની માટે સારા સમાચાર નહિ હોય. આ બાબતે એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા કહી ચૂક્યા છે કે તહેવારની સિઝનમાં વધતુ પ્રદૂષણ, ઘટતુ તાપમાન, વધતી ભીડ વગેરેથી દરેકને જોખમ છે. વળી, જે લોકો લૉન્ગ કોવિડનો સામનો કરી ચૂક્યા હોય તેમણે ફ્લુની વેક્સીન લઈ લેવી જોઈએ.
કોવિડના કારણે થઈ રહેલા મોતમાં પ્રદૂષણ પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યુ
વળી, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ(કોવિડ-19)ની ચપેટમાં આવનારા દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ જાનલેવા સાબિત થઈ રહ્યુ છે. વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી થયેલ લગભગ 15 ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણવાળા માહોલમાં રહેવાનુ ગણાવ્યુ છે. વળી, આઈસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્વગે કહ્યુ કે કોવિડના કારણે થઈ રહેલ મોતમાં પ્રદૂષણ પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે માટે પ્રદૂષણ પર લગામ ખૂબ જરૂરી છે.
ભારતના ડરથી અભિનંદનની મુક્તિ, ભાજપનો રાહુલ ગાંધી પર કટાક્ષ