લદ્દાખ પર આર્મી ચીફની ટૉપ કમાંડર્સ સાથે મહત્વની બેઠક, કરી શકે છે લદ્દાખનો પ્રવાસ
પૂર્વ લદ્દાખમં ગલવાન ઘાટી પાસે એલએસી પર તણાવ યથાવત છે. આ દરમિયાન સેના પ્રમુખ નરવાણેએ આજે દિલ્લીમાં સેનાના મોટા કમાંડરો સાથે લદ્દાખની સુરક્ષા સ્થિતિ વિશે એક મહત્વની બેઠક કરી છે. આ દરમિયાન એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ સપ્તાહે સેના પ્રમુખ એમ એમ નરવાણે લદ્દાખની વર્તમાન સ્થિતિ, ગ્રાઉન્ડની સ્થિતિની માહિતી લેવા માટે જઈ શકે છે.
દિલ્લીમાં આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે સેનાના ટૉપ કમાંડર્સ સાથે બેઠક કરી રહ્યા છે. જનરલ નરવાણેએ કમાંડર્સ સાથે સુરક્ષાની સ્થિતિની માહિતી માંગી છે. બેઠક કાલે પણ ચાલુ રહેશે. સેનાના અધિકારીએ જણાવ્યુ કે બધા કમાંડર્સ બીજા તબક્કાની કમાંડર્સ કૉન્ફર્સ માટે રાજધાનીમાં છે. સેના તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આર્મી કમાંડર્સની કૉન્ફરન્સ ACC-20 22-23 જૂને થઈ રહી છે. આમાં નૉર્ધન અને વેસ્ટર્ન ફ્રંટ પર ઑપરેશનલ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
વળી, મીડિયામાં ચાલી રહેલ સમાચારો મુજબ આ સપ્તાહે સેના પ્રમુખ એમ એમ નરવાણે લદ્દાખનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ જલ્દી થશે. નરવાણે વર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. લદ્દાખમાં ગયા એક સપ્તાહમાં સ્થિતિ સતત બગડતી દેખાઈ રહી છે. એવામાં સેના પ્રમુખનુ લદ્દાખ જવુ ત્યાં વર્તમાન સૈનિકો માટે ઉત્સાહ વધારનારુ છે. જો કે લદ્દાખ પ્રવાસની હજુ સુધી અધિકૃત પુષ્ટિ થઈ નથી.
આ તરફ ભારત અને ચીન વચ્ચે લાઈન ઑફ કંટ્રોલ(એલએસી) પર ચીનની તરફ મોલ્ડોમાં થયેલી કોર કમાંડર સ્તરની વાતચીત પરિણામહીન ખતમ થઈ ગઈ છે. સૂત્રોની માનીએ તો ચીન ગલવાન ઘાટી અને ફિંગર 4થી પીછેહટ કરવા તૈયાર નથી. કહેવામાં આવી રહ્યુ છે કે વાતચીતમ જે આશા કરવામાં આવી હતી તેનાથી વિપરિત રહી. જો કે હજુ સુધી આ વાતચીત પર કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી. કહેવામાં આવી રહ્યુ છે કે ભારત પણ એ વાત પર અડગ છે તે પીછેહટ નહિ કરે અને તેણે ચીનને સ્પષ્ટ કરી દીધુ છે કે ચીની સેનાએ જ પીછેહટ કરવુ પડશે.
કોરોના કાળમાં આ રાજ્યના લોકોએ વિજળીનુ બિલ અડધુ જ ભરવુ પડશે