For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી માટે છ દિવસથી ભૂખ હડતાળ પર છે કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 માર્ચઃ હોલીના દિવસે લાખો દિલ્હીવાસી રંગોના જશ્નમાં ડુબેલા હતા, તો બીજી તરફ યોગ્ય ભાવે ઇલેક્ટ્રિસિટી અને પાણી મળે તે માટે જંગ લડી રહેલા અરવિંદ કેજરીવાલ ભૂખ હડતાળ પર છે. જી હાં, કેજરીવાલના અનશનને આજે છઠ્ઠો દિવસ છે. તેમને ડાયાબિટિઝ છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

રાજધાનીમાં ઇલેક્ટ્રિસિટીના ભાવ વધવા અને વધુ કિંમતે વેચાઇ રેહલા પાણી વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ અનશન પર બેઠાં છે. તેમણે અનશન દરમિયાન દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે તે આ મહિને વિજળી અને પાણીનું બીલ ભરે નહીં, કારણ કે જ્યાં સુધી જનતા પૈસા આપતી રહેશે, ત્યાં સુધી સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગતથી લોકોને મુર્ખ બનાવવાનું કામ જારી રહેશે.

arvind-kejriwal
આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલના સ્વાસ્થ્યની વાત કરીએ તો હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થીર છે, પરંતુ ગમે તે સમયે બગડી શકે છે, કારણ કે તેમના લોહીનું સુગર ઝડપથી ઘટી રહ્યું છે. જો કે, ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. મીડિયાએ જ્યારે કેજરીવાલને પૂછ્યું કે તેમણે અનશન પર એકપણ રાજકીય પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ અંગે કેજરીવાલે કહ્યું છે કે, મને રાજકીય પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. અમે અમારી પાર્ટીની રચના કરતી વખતે કહ્યું હતું કે હવે રાજનીતિ કરવાની પ્રક્રિયામાં ફેરબદલ આવશે. જેથી કોંગ્રેસ-ભાજપની રાજનીતિ પર અમે કોઇ ટિપ્પણી નહીં કરીએ. કેજરીવાલે વધારે કહ્યું કે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી લડતો રહીશ. દેશ માટે મરી પરવારવાનું સૌભાગ્યની વાત થાય છે.

હવે જોવાનું એ છે કે શીલા દીક્ષિત કેજરીવાલે આ અનશન આગળ ઝુકે છે કે નહીં, કે પછી તે બળ પ્રયોગ કરી કેજરીવાલને હોસ્પિટલ પહોંચાડશે.

English summary
Arvind Kejriwal is still on fast for sixth consecutive day in Delhi. He has not even celebrated Holi this year. He is on the fast against power and water prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X