For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Election: AAPએ ગિરિરાજ સિંહ પર લગાવ્યો પૈસા વહેંચવાનો આરોપ, ધરપકડની માંગ

દિલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ લગાવ્યો છે. આ અંગે આપ નેતા સંજય સિંહે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. તેમણે ગિરિરાજ સિંહ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે આ વિશે એક પછી એક ટ્વિટ કર્યા. તેમણે કહ્યુ, 'કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બુધ બિહાર ફેઝ 1 રિઠાલા વિધાનસભા વિસ્તારમાં પૈસા વહેંચતા પકડાયા છે. ભાજપે પોતાના સાંસદોને રૂપિયા અને દારૂ વહેંચવાની જવાબદારી અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં આપી રાખી છે. ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે.'

giriraj singh

એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યુ, 'ઘટના સ્થળે મીડિયા પહોંચે, બુધ બિહાર ફેઝ 1 રિઠાલા વિધાનસભા ગિરિરાજ સિંહને ઈસીઆઈ ધરપકડ કરાવે. કાલે જ મે ચૂંટણી પંચને જણાવ્યુ હતુ. ભાજપના 240 સાંસદ અને મંત્રી દિલ્લીના અલગ અલગ વિધાનસભાઓમાં રોકાઈને ગરબડ ફેલાવશે.' વધુ એક ટ્વિટમાં તેમણે કહ્યુ, 'કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ રિઠાલા વિધાનસભામાં રૂપિયા વહેંચીને ચૂંટણી પ્રભાવિત કરવાની મુહિમમાં પકડાઈ ગયા.'

જો કે આ મામલે ડીસીપી રોહિણીનુ કહેવુ છે કે ગિરિરાજ સિંહ પોતાના પીએસઓ સાથે પર્સનલ વિઝિટ પર વિજય વિહાર એક જ્વેલરને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ 6.45 વાગે ગિરિરાજ સિંહના પીએસઓએ જ પીસીઆર કૉલ કરીને ફરીયાદ કરી હતી કે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તા દુકાન બહાર જમા થઈને હોબાળો કરી રહ્યા છે. જો કે સ્થળ પર પોલિસ પહોંચી ગઈ અને સ્થિતિ નિયંત્રણમાં કરી. જણાવવામાં આવી રહ્યુ છે કે પોલિસ પહોંચ્યા બાદ કેન્દ્રીય મંત્રી ત્યાંથી જતા રહ્યા. તેમણે કહ્યુ કે આપ તરફથી આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ દિલ્લી મતદાન પહેલા મહિલા સબ ઈન્સ્પેક્ટરની હત્યા, મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગઆ પણ વાંચોઃ દિલ્લી મતદાન પહેલા મહિલા સબ ઈન્સ્પેક્ટરની હત્યા, મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ

English summary
delhi assembly election 2020 aap leader sanjay singh alleges bjp leader giriraj singh for distributing money in rithala.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X