દિલ્લીમાં આજે સાંજે પ્રચારના પડઘમ થશે શાંત, ભાજપ મેદાનમાં ઉતારશે ઘણા દિગ્ગજ
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આજે (ગુરુવાર) સાંજે પ્રચાર બંધ થઈ જશે. પ્રચારના છેલ્લા દિવસે બધા રાજકીય દળો રેલી અને રોડ શો દ્વારા મતદારોને લુભાવવાની પૂરી કોશિશ કરશે. દિલ્લી ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે દેખાઈ રહ્યો છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા નેતા પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓને પણ ઉતાર્યા છે.

મોટા દિગ્ગજો આજે ચૂંટણી પ્રચાર કરશે
માહિતી મુજબ જ્યાં ભાજપના 200થી વધુ સાંસદ રાજધાનીમાં કેમ્પ કરી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના સ્ટાર કેમ્પેનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે નવી દિલ્લી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છેલ્લો દાવ ચાલશે. ભાજપ તરફથી ઘણા મોટા દિગ્ગજ આજે ચૂંટણી પ્રચાર કરશે. આમાં ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ, બેડમિન્ટન ખેલાડી સાઈને નહેવાલ અને WWEમાં પહેલવાની કરનાર ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીનુ નામ પણ શામેલ છે.

નિરહુઆ, ખલી, સાઈના કરશે પ્રચાર
નિરહુઆ બપોરે લગભગ 2 વાગે માલવીય નગર વિધાનસભા અને સાંજે ચાર વાગે છતરપુર વિધાનસભામાં નુક્કડ સભાને સંબોધિત કરશે. હાલમાં જ ભાજપમાં શામેલ થયેલ સાઈના નહેવાલ યમુના વિહાર અને શાહદરામાં રોડ શો કરશે. આ સાથે જ ખલી સવારે 10 વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી રોડ શો કરતા જોવા મળશે. તે સવારે 10 વાગે કાલકાજી વિધાનસભા, 11.30 વાગે માલવીય નગર વિધાનસભા, બપોરે 1.00 વાદે મરહૌલી વિધાનસભા અને 2.45 વાગે મૉડલ ટાઉન વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરશે.

મનોજ તિવારી, રવિ કિશન કરશે પ્રચાર
આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી, કેન્દ્રીય મંત્રી સ્મતિ ઈરાની, ભાજપ સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશન, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા રોડ શો અને રેલીઓ કાઢશે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં વિધાનસભા વિસ્તારની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
આ પણ વાંચોઃ સૈફ-અમૃતાના અલગ થવા પર સારાએ તોડ્યુ મૌન, 'સારુ થયુ એ હવે સાથે નથી રહેતા'