Delhi Assembly Election 2025 : નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલના હારવાના કેટલા ચાન્સ? જાણો સમીકરણ
Delhi Election 2025 : દિલ્હીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તો ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમામ લોકોની નજર નવી દિલ્હી સીટ પર રહેવાની છે. આ સીટ પર કોંગ્રેસે સંદિપ દિક્ષિતને ટિકીટ આપી છે તો આમ આદમી પાર્ટી તરફથી અહીં કેજરીવાલ ચૂંટણી લડશે તેવી પુરી સંભાવના છે.

દિલ્હીની સૌથી હોટ ગણાતી નવી દિલ્હી બેઠક પર પહેલા પર અરવિંદ કેજરીવાલ સંદિપ દિક્ષિતને હરાવી ચુક્યા છે. સંદીપની દિવંગત માતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે 2013 સુધી સતત ત્રણ વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
શીલા દીક્ષિતને હરાવીને અરવિંદ કેજરીવાલે આ સીટ પર કબ્જો કર્યો. કેજરીવાલ 2013થી આ સીટ પરથી જીતી રહ્યાં છે અને આ વખતે ફરીથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી જ છે.
જો આમ થશે તો નવી દિલ્હી વિધાનસભા સીટ પર કાંટાની ટક્કર જોવા મળશે. કેજરીવાલ અને સંદીપ દીક્ષિત આમને-સામને આવતા બીજેપીના ઉમેદવાર સાથે ત્રિકોણીય મુકાબલો થઈ શકે છે.
અહેવાલો અનુસાર, બીજેપી નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પ્રવેશ વર્માને પોતાના ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. જો કે બીજેપીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
બીજી તરફ 12 ડિસેમ્બરે પ્રવેશ વર્માએ સોશિયલ મીડિયા પર તેમના ફોટા સાથે નવી દિલ્હી વિધાનસભા લખેલું પોસ્ટર શેર કર્યું હતું. ત્યારથી અટકળોએ જોર પકડ્યું છે કે ભાજપ પ્રવેશ વર્માને નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારી શકે છે.
જો કે અરવિંદ કેજરીવાલનું નામ પણ હાલ ફાઈનલ નથી. આ તેમની બેઠક રહી છે, તેથી આ બેઠક પરથી તેઓ ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. જો અરવિંદ કેજરીવાલ આ બેઠક પરથી ચૂંટણી લડે છે તો તે મજબુત છે. આ વખતે આપ માટે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પણ એક મોટો પડકાર છે.












Click it and Unblock the Notifications
