• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Delhi Election Results Live: દિલ્લીમાં આપની ઐતિહાસિક જીત, કેજરીવાલ બોલ્યા- આ દિલ્લીના લોકોની જીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક મહિના સુધી ચાલેલ રાજનૈતિક ઘમાસાણ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે ઘોષિત કરી દેવામાં આવશે. મતગણતરી સવારે 8 વાગ્યેથી શરૂ થશે અને સૌથી પહેલા રૂઝાન આવી શકે છે. મતગણતરીને લઈ ચૂંટણી પંચે સુરક્ષાના આકરી બંદોબસ્ત કરી દીધા છે. ચૂંટણી પંચે દિલ્હીમાં 27 સેન્ટર બનાવ્યા છે, જ્યાં વોટની ગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7- વિધાનસભા સીટો માટે 8 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. અહીં વાંચો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીની લાઈવ અપડેટ...

19 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખનું એલાન થઈ શકે19 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખનું એલાન થઈ શકે

Newest First Oldest First
7:14 PM
માલવીયનગર સીટથી આપના સોમનાથ ભારતી 18 હજાર મતોથી જીત્યા.
6:42 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ કેજરીવાલને અભિનંદન આપી કહ્યુ - ચૂંટણીમાં જીત માટે કેજરીવાલજીને અભિનંદન.
6:41 PM
ચૂંટણી પંચે 40 સીટો પર પરિણામ ઘોષિત કરી દીધા છે, આમાંથી 37 સીટો પર આમ આદમી પાર્ટી અને 3 પર ભાજપને જીત મળી છે.
6:37 PM
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા.
6:34 PM
દિલ્લીઃ શાહીન બાગમાં 'મૌન પ્રદર્શન' પોસ્ટરમા લખ્યુ, 'અમે કોઈ પાર્ટીનુ સમર્થન નથી કરતા'
6:20 PM
આમ આદમી પાર્ટી 62 સીટો પર આગળ છે જ્યારે ભાજપ માત્ર 8 સીટો પર આગળ છે.
6:19 PM
બદરપુર સીટ પર રામ સિંહ નેતાજી પાછળ, ભાજપ ઉમેદવાર રામવીર સિંહ વિધૂડી 2 હજાર મતોથી આગળ.
6:05 PM
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં આવતા પરિણામો પર સંસદમાં મિઠાઈ વહેંચતા આપ સાંસદ.
6:03 PM
આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી.
5:43 PM
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
5:43 PM
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
5:42 PM
40 વિધાનસભા સીટો પર મતોની ગણતરી હજુ પણ ચાલુ, 35 સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે અને 5 પર ભાજપ આગળ છે. 28 સીટો પર આપે જીત મેળવી છે, 2 પર ભાજપે.
5:39 PM
શું હારમાં શું જીતમાં, કિંચિત નથી ભયભીતમાં. સંંઘર્ષ પથ પર જે મળ્યુ, આ પણ યોગ્ય તે પણ યોગ્ય. હરિ નગર વિધાનસભાના બધા મતદારો અને બધા કાર્યકર્તા મિત્રોનો હાર્દિક આભાર - હાર બાદ તજિન્દરપાલ બગ્ગાનુ ટ્વિટ
5:22 PM
જીત બાદ બોલ્યા મનીષ સિસોદિયા - દિલથી આભાર દિલ્લી, પાંચ વર્ષના કામને સમ્માન આપવા માટે. શિક્ષણને સમ્માન આપવા માટે, સરકારમાં લરહીને દેશના બધા બાળકોને સારુ શિક્ષણ આપવુ જ સાચી રાષ્ટ્રભક્તિ છે.
5:12 PM
હરિનગર વિધાનસભાથી જીત બાદ આપ ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોઃ દિલ્લીની જનતાએ મુખ્યમંત્રી કેજરીવાલમાં વિશ્વાસ જતાવ્યો છે. તેમના કામ, ઈમાનદારી અને નિષ્ઠા ઉપર વિશ્વાસ જતાવ્યો છે.
5:06 PM
ચૂંટણીના રુઝાનો પર અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલઃ સત્યની જીત થઈ છે, દિલ્લીની જનતાએ સત્યનો સાથ આપ્યો. મુદ્દાઓ પર રાજનીતિ હોવી જોઈએ. બધી પાર્ટીઓએ આાથી સીખ લેવી જોઈએ.
5:04 PM
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતઃ શીલા દીક્ષિતનો જે વારસો હતો, તેને છેલ્લા 6-7 વર્ષમં કોંગ્રેસે પોતાનો વારસો નથી માન્યો. આપણે આપણા કામથી શરમમાં મૂકાતા રહીશુ તો પછી બીજુ કોઈ કેવી રીતે માનશે. દિલ્લીમાં હેંડલિંગ હતી તે માશાઅલ્લાહ હતી.
5:01 PM
આપના સોમનાથ ભારતી માલવીય નગર વિધાનસભા સીટથી જીત્યા.
5:00 PM
આપના ઉમેદવાર સત્યેન્દ્ર જૈન શકૂર બસ્તીથી જીત્યા. રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા જીત્યા.
4:52 PM
મનોજ તિવારીએ દિલ્લીના બધા મતદારોનો આભાર માન્યો, બોલ્યા - બધા કાર્યકર્તાઓને તેમના કઠોર પરિશ્રમ માટે સાધુવાદ, દિલ્લીની જનતાને જનાદેશ આંખ માથા પર. અરવિંદ કેજરીવાલને અભિનંદન.
4:35 PM
આમ આદમી પાર્ટીને દિલ્હીની 63 બેઠકો, બીજેપી 7 બેઠકો પર બહુમત.
4:32 PM
આદિત્ય ઠાકરેએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતાં કહ્યું હતું કે- મને લાગે છે કે દરેકને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે ચૂંટણીના મુદ્દાઓ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
4:22 PM
આપ પાર્ટીના ગોપાલ રાયઃ નફરતની રાજનીતિ કરનારાઓનો અંત દિલ્લીથી થઈ ગયો છે, 'બાત નીકલી હે તો દૂર તલક જાએગી'
4:20 PM
શહાદરા સીટથી રામનિવાસ ગોયલ જીત્યા. કેન્ટથી આપ ઉમેદવાર વીરેન્દ્ર સિંહ જીત્યા.
4:19 PM
મનીષ સિસોદિયાએ પડપટગંજથી સીટ જીત્યા બાદ બદ્રીનાથ મંદિરના દર્શન કર્યા.
3:58 PM
આપની જીત પર રાજદ નેતા તેજસ્વી યાદવ બોલ્યા - જનતાએ પોતાનો જનાદેશ સૌની સામે રાખી દીધો છે. જે રીતે નફરતનો દોર ભાજપ દ્વારા ફેલાવાયો હતો, ભાજપના લોકોએ ઝેર અને નફરતનુ જે વાતાવરણ પેદા કર્યુ હતુ, દિલ્લીની જનતાનો જનાદેશ સ્પષ્ટ છે કે કામ પર મત આપીશુ.
3:53 PM
જીત બાદ બોલ્યા કેજરીવાલ - દિલ્લીવાલો, ગજબ કરી દીધુ તમે લોકોએ, આઈ લવ યુ. આ દિલ્લીના દરેક એ પરિવારની જીત છે જેમણે મને પોતાનો દીકરી માનીને મને પોતાનુ સમર્થન આપ્યુ. દિલ્લીવાળાએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે 'કામની રાજનીતિ'
3:49 PM
આંબેડકરનગર સીટથી આપના ઉમેદવાર અજય દત્તે 25 હજાર મતોથી જીત મેળવી.
3:48 PM
રોહતાસ નગરમાં ભાજપના જિતેન્દ્ર મહાજન 16 હજાર મતોથી આગળ.
3:48 PM
દિલ્લીમાં આપની ઐતિહાસિક જીત અરવિંદ કેજરીવાલ બોલ્યા - દિલ્લીવાસીઓએ ગજબ કરી દીધુ.
READ MORE

English summary
Delhi Assembly Election Result 2020 Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X