દિલ્લી ચૂંટણીઃ સીએમ કેજરીવાલે પરિવાર સાથે આપ્યો મત, મહિલાઓને કરી અપીલ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના માતાપિતાના પગે લાગી આશીર્વાદ લીધા અને પછી પરિવાર સાથે સિવિલ લાઈન્સ સ્થિત પોલિંગ બૂથ પર જઈને મતદાન કર્યુ.

દિલ્લી વિધાનસભાની 70 સીટો પર આજે મતદાન થઈ રહ્યુ છે. દિલ્લીમાં થઈ રહેલ મતદાન માટે ચૂંટણી પંચે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે. વળી, મતદાન માટે મતદારોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના માતાપિતાના પગે લાગી આશીર્વાદ લીધા અને પછી પરિવાર સાથે સિવિલ લાઈન્સ સ્થિત પોલિંગ બૂથ પર જઈને મતદાન કર્યુ.

Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સાથે મત આપ્યા બાદ બધાને વધુમાં વધુ સંખ્યામાં મત આપવાની અપીલ કરી. સીએમ કેજરીવાલે કહ્યુ, 'હું બધાને, ખાસ કરીને મહિલાઓને આજે મત આપવાની અપીલ કરુ છુ. મને આશા છે કે દિલ્લીના લોકો કરાયેલ કામના આધારે મતદાન કરશે. મને આશા છે કે આમ આદમી પાર્ટી ત્રીજી વાર સત્તા પર આવશે.'

આ પહેલા આજે રાજેન્દ્ર નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ડાએ મતદાન કર્યુ. ચાંદની ચોકના કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ કહ્યુ કે દિલ્લી હવે બદલાવ ઈચ્છે છે, દિલ્લીના લોકો શીલા દીક્ષિતાળી દિલ્લીને યાદ કરી રહ્યા છે, જેની ઓળખ બની હતી ફ્લાયઓવરવાળી દિલ્લી, મેટ્રોવાળી દિલ્લી, હરીભરી દિલ્લી, ખુશહાલ દિલ્લી. અલકા લાંબાએ કહ્યુ કે તેમને આશા છે કે લોકો બદલાવ માટે મત આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X