• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Delhi Assembly Polling: દિલ્હીની 70 સીટ પર બપોરે 5 વાગ્યા સુધી 44.52% મતદાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક મહિના સુધી ચાલેલા રાજકીય ઘમાસાણ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. દિલ્હીના તમામ પોલિંગ બૂથો પર સવારે 8 વાગ્યેથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવશે. 70 સીટો વાળી દિલ્હી વિધાનસભામાં હાલમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. મતદાનને લઈ ચૂંટણી પંચે સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કર્યા છે. આગામી 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, જે બાદ દિલ્હીમાં આગામી સરકાર કોની બનશે તે નક્કી થઈ જશે. ત્યારે અહીં વનઈન્ડિયા ગુજરાતી પર મેળવો દિલ્હી વિધાનસભા ચૂંટણીની પળેપળની ખબર...

અરવિંદ કેજરીવાલે અમિત શાહને લલકાર્યા, કહ્યું- જ્યારે કહેશો ત્યારે ડિબેટ કરવા તૈયારઅરવિંદ કેજરીવાલે અમિત શાહને લલકાર્યા, કહ્યું- જ્યારે કહેશો ત્યારે ડિબેટ કરવા તૈયાર

Newest First Oldest First
7:26 PM
India News-Neta
India News-Netaના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 53-56 સીટ, ભાજપને 11-17 સીટ મળી રહી છે.
7:25 PM
ન્યૂજએક્સ-પોલસ્ટાર્ટ
ન્યૂજએક્સ-પોલસ્ટાર્ટના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 56 જ્યારે ભાજપને14 સીટ મળી રહી છે.
7:24 PM
એબીજી ન્યૂઝ-સી વોટર
એબીજી ન્યૂઝ-સી વોટર મુજબ આમ આદમી પાર્ટીને 49-63, ભાજપને 5-19 જ્યારે કોંગ્રેસને 0-4 સીટ મળી શકે છે.
7:23 PM
ઈન્ડિયા ન્યૂઝ નેશન
ઈન્ડિયા ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 55, ભાજપને 14, કંગ્રસને 1 સીટ મળવાનું અનુમાન છે.
6:55 PM
એનડીટીવી
એનડી ટીવીના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને 50 (17 નુકસાન), ભાજપને 19 (16 વધારો), કોંગ્રેસને 1 (વધારો 1) સીટ મળી રહી છે.
6:54 PM
ટીવી 9 ટીવી 9ના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 54 સીટ જ્યારે ભાજપને 15 સીટ મળી રહી છે.
6:53 PM
એક્ઝિટ પોલ 2020
India TVના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને-44, ભાજપને-26, કોંગ્રેસને-0 સીટ મળી રહી છે.
6:42 PM
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 44 સીટ, ભાજપને 26 સીટ અને કોંગ્રેસને 0 સીટ મળી રહી છે.
6:42 PM
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમા ફરી એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
6:38 PM
ન્યૂઝ એક્સ નેતાના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી 53-57, ભાજપને 11-17 જ્યારે કોંગ્રેસને 0-2 સીટ મળી રહી છે.
6:37 PM
સૂદર્શન ન્યૂઝના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને 40-48, ભાજપને 24-28 અને કોંગ્રેસને 2-3 સીટ મળી રહી છે.
6:13 PM
એક્ઝિટ પોલ
ટૂંક સમયમાં જ જાહેર થશે દિલ્હીના એક્ઝિટ પોલ. જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે
5:34 PM
શાહીન બાગમાં મતદાન ચાલુ
દિલ્લીના શાહીન બાગમાં મતદાન ચાલુ. મતદાન ખતમ થવામાં બચ્યો છે માત્ર અડધો કલાક.
5:26 PM
5 વાગ્યા સુધી 44.52% મતદાન
દિલ્લી વિધાનસભાની 70 સીટો માટેના મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધી 44.52% મતદાન. સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે મતદાન.
5:01 PM
રિઠાલામાં ભિડાયા કાર્યકર્તા
દિલ્લીના રિઠાલામાં મતદાન દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પરસ્પર ભિડાયા.
4:47 PM
4 વાગ્યા સુધી 42.70% મતદાન
દિલ્લીમાં 70 વિધાનસભા સીટો માટે બપોરે 4 વાગ્યા સુધી 42.70% મતદાન. સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે મતદાન.
4:46 PM
નૉર્થ ઈસ્ટ અને પૂર્વ દિલ્લીમાં ફ્લેગ માર્ચ
નૉર્થ ઈસ્ટ અને પૂર્વ દિલ્લીના સૈનિકોએ દિલ્લીના સંવેદનશીલ વિસ્તારોમાં કરી ફ્લેગમાર્ચ.
4:23 PM
સ્વરા ભાસ્કરે આપ્યો મત
સ્વરા ભાસ્કરે આપ્યો મત
બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે દિલ્લી વિધાનસભા માટે કર્યુ મતદાન, 70 વિધાનસભા સીટો માટે ચાલી રહ્યુ છે મતદાન.
3:55 PM
3.30 વાગ્યા સુધી 40.51% મતદાન
દિલ્લીમાં 70 વિધાનસભા સીટો માટે બપોરે 3.30 વાગ્યા સુધી 40.51% મતદાન. સાંજે છ વાગ્યા સુધી આપવામાં આવશે મત.
3:54 PM
પીતમપુરામાં મતદાનની સ્થિતિ
પીતમપુરામાં મતદાનની સ્થિતિ
દિલ્લીના પીતમપુરામાં સર્વોદય કન્યા વિદ્યાલયમાં મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચી રહ્યા છે.
3:53 PM
પ્રકાશ કરાતે આપ્યો મત
પ્રકાશ કરાતે આપ્યો મત
દિલ્લીમાં સંચાર ભવનના પોલિંગ બૂથ પર સીપીઆઈ(એમ) નેતા પ્રકાશ કરાતે પોતાનો મત આપ્યો. 70 વિધાનસભા સીટો માટે ચાલી રહ્યુ છે મતદાન.
3:35 PM
3 વાગ્યા સુધી 30.18% મતદાન
3 વાગ્યા સુધી 30.18% મતદાન
દિલ્લીમાં 70 વિધાનસભા સીટો માટે બપોરે 3 વાગ્યા સુધી 30.18% મતદાન. મતદાન ખૂબ જ ધીમુ ચાલી રહ્યુ છે.
3:22 PM
Rj નાવેદે આપ્યો મત
Rj નાવેદે આપ્યો મત
Rj નાવેદે દિલ્લીના જામિયા નગરમાં આપ્યો પોતાનો મત અને કહ્યુ - બધા કામ છોડીને મત આપો, લોકતંત્રને મજબૂત બનાવો. 5 વર્ષમાં એક વાર એવો મોકો મળે છે જેનાથી તમે એ સાબિત કરી શકો છો કે સરકાર તમારી મરજીથી બની છે.
3:14 PM
2.30 વાગ્યા સુધી 29.05% મતદાન
2.30 વાગ્યા સુધી 29.05% મતદાન
દિલ્લી વિધાનસભાની 70 સીટો માટે બપોરે 2.30 વાગ્યા સુધી 29.05% મતદાન. મતદાન ખતમ થવાને હજુ 3 કલાક બાકી.
3:13 PM
પ્રણવ મુખર્જીએ આપ્યો મત
પ્રણવ મુખર્જીએ આપ્યો મત
દિલ્લી વિધાનસભાની કામરાન લેન પોલિંગ બૂથ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આપ્યો પોતાનો મત.
2:50 PM
2 વાગ્યા સુધી 28.14% મતદાન
2 વાગ્યા સુધી 28.14% મતદાન
દિલ્લીમાં 70 વિધાનસભા સીટો માટે બપોરે 2 વાગ્યા સુધી 28.14% મતદાન, સાંજે 6 વાગ્યા સુધી અપાશે મત.
2:48 PM
દિલ્લીમાં ધીમુ મતદાન
દિલ્લીમાં ધીમુ મતદાન
દિલ્લીમાં 70 વિધાનસભા સીટો માટે ચાલી રહેલ મતદાન ધીમુ પડ્યુ, ઘણી જગ્યાએ વોટર લિસ્ટમાં નામ ન હોવાનો આરોપ.
2:47 PM
પોલિસની ફ્લેગમાર્ચ
દિલ્લીમાં શાહીન બાગથી લઈને જામિયા નગર સુધી પોલિસે કાઢી ફલેગ માર્ચ, 70 વિધાનસભા સીટો માટે ચાલી રહ્યુ છે મતદાન.
2:41 PM
100 વર્ષના વૃદ્ધ મહિલાએ આપ્યો મત
100 વર્ષના વૃદ્ધ મહિલાએ આપ્યો મત
દિલ્લીમાં 100 વર્ષના વૃદ્ધ મહિલા જુબેદિયા ખાતૂને જૂની દિલ્લી વિધાનસભામાં આપ્યો પોતાનો મત.
2:39 PM
પહેલવાન સુશીલ કુમારે આપ્યો મત
પહેલવાન સુશીલ કુમારે આપ્યો મત
દિલ્લીના બાપરૌલા ગામમાં સુશીલ કુમારે પોતાની પત્ની સાથે આપ્યો મત.
READ MORE

English summary
Delhi Assembly Elections 2020 Voting Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X