દિલ્લીઃ માસ્ક ન પહેરવા પર 2000નો દંડ, ભાજપ-કોંગ્રેસે કેજરીવાલ સામે ખોલ્યો મોરચો
નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના વધતા કેસોને જોતા કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે ત્યારબાદ કેજરીવાલ સરકારે દિલ્લીમાં સાર્વજનિક સ્થળ પર માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાના બદલે 2000 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેજરીવાલ સરકારના આ નિર્ણય સામે ભાજપ અને કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. દિલ્લી કોંગ્રેસના પ્રમુખ અનિલ ચૌધરીએ આ નિર્ણયને અત્યાચારી નિર્ણય ગણાવ્યો છે.
નિર્ણય અત્યાચારપૂર્ણ
અનિલ ચૌધરીએ જણાવ્યુ કે દિલ્લીમાં માસ્ક ન પહેરવા પર 2000 રૂપિયાના દંડનો નિર્ણય અત્યાચારપૂર્ણ છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર વધશે. છેવટે એ વાતની ગેરેન્ટી કોણ આપશે કે ભૂલ કરનાર પોલિસવાળાને ઓછા પૈસા આપીને મામલો રફેદફે કરવાની કોશિશ નહિ કરે. જ્યારે લોકો પાસે નોકરી નથી એવા સમયમાં 2000 રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય એવુ લાગે છે કે કેજરીવાલ સરકાર પાસે ખુદનો પ્રચાર કરવા માટે પૈસા નથી.
100 રૂપિયાનો દંડ લેવો જોઈએ
દિલ્લી કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ કે કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરે છે. આ દંડને તાત્કાલિક પ્રભાવથી પાછો લેવો જોઈએ. આના બદલે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. લોકો પર 100 રૂપિયાનો દંડ લગાવવો જોઈએ અને લોકોને માસ્ક આપવા જોઈએ જેથી લોકોને પોતાની ભૂલનો અહેસાસ થાય. વળી, ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલે પણ દિલ્લી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ કે પહેલા કોરોના મારી રહ્યો હતો હવે ક થી કેજરીવાલ મારી રહ્યા છે. હું પૂછવા માંગુ છુ કે આ ક્યાંનો ન્યાય છે કે 2 કરોડ જનતા માટે માત્ર 4718 બેડ છે જેમાં આઈસીયુ પણ આવી જાય છે. આઈસીયુ વેંટિલેટરવાળા માત્ર 578 બેડ છે, તે પણ માત્ર એટલે છે કારણકે હમણા 300 બેડ પીએમ ફંડમાંથી ઉમેરવામાં આવ્યા છે.
108 કરોડ પોતાના ચહેરો ચમકાવવા પર કર્યા ખર્ચ
કેજરીવાલ સરકારે કોરોના અને પ્રદૂષણથી દિલ્લીના લોકોને મારી દીધા છે. હવે કહી રહ્યા છે કે 500ની જગ્યાએ 2000 રૂપિયાનો દંડ લેશે, શું 500 રૂપિયા ઓછા હોય છે. કેજરીવાલ સરકારે પોતાનો ચહેરો ચમકાવવા માટે 108 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા. જો આ પૈસાથી ગરીબ જનતાને માસ્ક ઉપલબ્ધ કરાવ્યા હોત તો સારુ થાત. ગોયલે કહ્યુ કે કેજરીવાલ સરકારે 108 કરોડ પ્રચાર-પ્રસારમાં ફૂંકી દીધા તેના બદલે દિલ્લીની ગરીબ જનતાને મફતમાં માસ્ક ઉપલબ્ધ કરાવાય. હવે ભોળી જનતા પર 500ના બદલે 2000નો દંડ કરવો અયોગ્ય છે.
ગુજરાતમાં લૉકડાઉનની અફવાઓને CM રૂપાણીએ આપ્યો રદિયો