For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘર પર બુલડોઝર ફેરવશે AAP, અલ્ટીમેટમ આપ્યુ!

આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘરના ગેરકાયદેસર અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો 'આપ' ખુદ આદેશ ગુપ્તાના ઘર પર બુલડોઝર ફેરવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાના ઘરના ગેરકાયદેસર અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો 'આપ' ખુદ આદેશ ગુપ્તાના ઘર પર બુલડોઝર ફેરવશે. AAPના નગરપાલિકા પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું કે ભાજપે આખી દિલ્હીમાં હાહાકાર મચાવ્યો છે, તેમના લોકો દિલ્હીની જનતાને ધમકી આપી રહ્યા છે કે 5-10 લાખ આપો, નહીં તો ઘર તોડી નાખશે. ગરીબોના ઘરો, અનધિકૃત કોલોનીઓમાં રહેતા લોકો, જેજે કોલોનીઓને તોડી પાડવામાં આવી રહ્યી છે. ભાજપના એક પણ નેતા કે MCD કર્મચારીના ઘરે બુલડોઝર નથી ચલાવતા, તેમણે પણ ગેરકાયદે બાંધકામો કરાવ્યા છે.

AAP

તેમણે કહ્યું કે આદેશ ગુપ્તાના ઘરે ગેરકાયદે બાંધકામ થયું છે. તેઓએ અતિક્રમણ કર્યું છે. શાળાની જમીન પર કબજો કરી પોતાની ઓફિસ બનાવી છે. અમે સત્તાવાર રીતે મેયર અને કમિશનરને ફરિયાદ કરી છે, પરંતુ તેઓમાં કાર્યવાહી કરવાની હિંમત નથી.

આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ શાસિત નાગરિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ અંગે ચર્ચા કરવા માટે AAP ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. બેઠકમાં ભાજપ દ્વારા અતિક્રમણ વિરોધી ઝુંબેશ પર કરવામાં આવી રહેલી રાજનીતિનો સામનો કરવા રણનીતિ ઘડાઈ છે. અગાઉ શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે અને તેમને ભાજપ શાસિત નાગરિક સંસ્થાઓ દ્વારા અતિક્રમણ વિરોધી અભિયાનના નામે શરૂ કરવામાં આવેલ ડિમોલિશન રોકવા માટે અપીલ કરી છે.

નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ પણ ભાજપની બુલડોઝર રાજનીતિની નિંદા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોર્પોરેશન રાષ્ટ્રીય રાજધાનીમાં 63 લાખ ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવાની યોજના ધરાવે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ સંસ્થાઓએ શાહીન બાગ, મદનપુર ખાદર, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, મંગોલપુરી, કરોલ બાગ, ખ્યાલા અને લોધી કોલોની સહિતના ઘણા વિસ્તારોમાં ડિમોલિશન અભિયાન હાથ ધર્યું છે.

English summary
Delhi BJP president Aadesh Gupta's house will be bulldozed by AAP, gave an ultimatum!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X