For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન લોકપાલ બિલ દિલ્હી કેબિનેટમાં પાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરીઃ આમ આદમી પાર્ટીને એક મોટી સફળતાં મળી છે. દિલ્હી જન લોકપાલ બિલ 2014ને દિલ્હી કેબિનેટ દ્વારા પાસ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર લખ્યું છે કે, શુભેચ્છાઓ, દિલ્હી જન લોકપાલ બિલ દિલ્હી કેબિનેટ દ્વારા પાસ.

arvind-kejriwal
દિલ્હી સરકાર દ્વારા જન લોકપાલ બિલને મંજૂરી મળી ગઇ છે. કેબિનેટ આ બિલને સુધી દિલ્હી વિધાનસભામાં રજૂ કરશે. આ કેન્દ્ર સરકારની સામે રજૂ કરવામાં નહીં આવે. જન લોકપાલ બિલની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. 3 કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. કેજરીવાલ સરકાર પહેલાં જ જણાવી ચૂકી છે કે વિધાનસભા સત્ર 13થી 16 ફેબ્રુઆરી સુધી બોલાવવામાં આવશે.

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરરજો મળ્યો નથી, તેવામાં કેન્દ્ર સરકારને બાઇપાસ કરીને કોઇ બિલ દિલ્હી વિધાનસબામાં સીધું રજૂ કરવું સંવિધાનની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આજનો દિવસ દિલ્હી માટે ઐતિહાસિક છે. જે હેઠળ દિલ્હીમાં મુખ્યમંત્રીથી લઇને પટાવાળા સુધી બધા જ લોકો તેની અંદર આવી જશે. કોઇપણ નામ ભ્રષ્ટાચારમાં આવે છે તો તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે.

English summary
The Delhi cabinet today cleared the final draft of the Jan Lokpal bill. The Chief Minister's office has been included under the ambit of the Lokpal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X