• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં નાખવામાં આવી હતી બોટલને મીણબત્તી

|
delhi-gang-rape
નવી દિલ્હી, 19 એપ્રિલઃ પૂર્વિય દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં દુષ્કર્મનો શિકાર બનેલી પાંચ વર્ષની બાળકીને હાલ સારવાર અર્થે દાયનંદ હોસ્પિટલથી એમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે એક ચિકિત્સકે જણાવ્યું છે કે, બાળકીના ગુપ્તાંગમાં 200 મિલીલીટરની એક બોતલ અને મીણબત્તીના ટુકડા નીકળ્યા હતા. તેમણે કહ્યું કે આવો મામલો તેમે ક્યારેય જોયો નથી. શાહદરાના સ્વામી દયાનંદ હોસ્પિટલના ચિકિત્સક અધીક્ષક આરકે બંસલ કહ્યું કે, તપાસમાં અમને જાણવા મળ્યું કે બાળકીના ગુપ્તાંગમાં 200 મિલીલીટરની એક બોતલ અને મીણબત્તીના બે ત્રણ ટૂકડા ઘુસાડવામાં આવ્યા હતા. પાંચ વર્ષની બાળકી સાથે આવી ક્રુરતા મે પહેલીવાર જોઇ છે.

ડોક્ટરે કહ્યું કે, તેના હોંઠ, ગાલો અને ડોક પર ઇજાના નિશાન છે. જેનાથી જાણવા મળે છે કે તેનું ગળુ દબાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકીએ રક્તચાપ સામાન્યથી પણ નીચે ચાલી રહ્યો છે. દાખલ કરવામાં આવી ત્યારે તેને બુખાર હતો. તેમણે કહ્યું કે, બાળકીની હાલત ઘણી નાજૂક છે. તેને આઇસીયુમાં રાખવામાં આવી છે. આગામી 24થી 48 કલાક તે ડોક્ટર્સની દેખરેખ હેઠળ રહેશે. 30 વર્ષીય આરોપીએ 15 એપ્રિલે બાળકીનું અપહરણ કર્યું અને તેને પોતાના ફ્લેટમાં બંધક બનાવી રાખી. તે પૂર્વીય દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક મકાનના ભૂતળમાં રહેતો હતો. જ્યાં પીડિતાનો પરિવાર પણ રહે છે.

પોલીસે કહ્યું કે, બાળકીને ત્યારે બહાર કાઢવામાં આવી જ્યારે બુધવારે સાંજે પરિજનોએ તેની બુમો સાંભળી. બાલકીના પરિજનો, પાડોસીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શુક્રવારે હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું છે અને આરોપીની ટૂંક સમયમાં ધરપકડ અને બાળકીને સારી સારવાર અર્થે એમ્સમાં ફેરવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવારે સાંજે બાળકીને એમ્સ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ વચ્ચે બાળકીના પિતાએ પત્રકારોને જણાવ્યું કે, તે પોતાની બાળકી ગાયબ થવાની ફરિયાદ લગાવવા ગયા ત્યારે પોલીસે તેમની ફરિયાદ નોંધી નહોતી.

English summary
A 200 ml bottle and pieces of candle were inserted into the private parts of the five-year-old rape victim, a doctor said Friday, adding that he had "never seen such a case". 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more