For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમ સાથે મુલાકાત કરશે દિલ્હીના સીએમ કેજરીવાલ

દિલ્હીના સીએમ કેજરીવાલ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરવાના છે. જો કે આ મીટિંગ અંગે વધુ જાણકારી મળી શકી નહોતી કે કયા કયા મુદ્દે વાત થવાની છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી ઉત્સાહિત દિલ્હીના સીએમ કેજરીવાલે આજે સાંજે 4 વાગે દિલ્હી સચિવાલયમાં કેબિનેટની બેઠક બોલાવી. આ બેઠકમાં બધા મંત્રીઓને પેંડિંગ ફાઈલ સાથે બોલાવવામાં આવ્યા. સમાચાર એ પણ છે કે દિલ્હીના સીએમ કેજરીવાલ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરવાના છે. જો કે આ મીટિંગ અંગે વધુ જાણકારી મળી શકી નહોતી કે કયા કયા મુદ્દે વાત થવાની છે.

kejriwal

તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારો અંગે ચાલી રહેલી જંગ સુપ્રિમ કોર્ટના દરવાજે પહોંચી ગઈ હતી. જ્યાં કોર્ટે આજે એક ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો. સુપ્રિમે કહ્યુ કે એલજી દિલ્હીના પ્રશાસક છે પરંતુ તે દરેક કામમાં અંતરાયો ના નાખી શકે. આ નિર્ણયને આમ આદમી પાર્ટી પોતાની જીતના રૂપમાં જોઈ રહી છે અને દિલ્હી સરકાર પોતાનો બોસ માની રહી છે.

તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના એ ચૂકાદાને ચુનોતી આપી હતી જેમાં કોર્ટે કહ્યુ હતુ કે એલજી જ દિલ્હીની એડમિનિસ્ટ્રેટીવ હેડ છે અને કોઈ પણ નિર્ણય તેની મંજૂરી વિના લેવામાં ના આવે. સુપ્રિમના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સાથે જસ્ટીસ એ કે સીકરી, એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચુડ અને અશોક ભૂષણની ખંડપીઠે આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

English summary
Delhi CM Arvind Kejriwal to meet senior congress leader P Chidambaram today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X