સિંગાપુરથી પાછા આવેલા પંજાબના પ્રિન્સિપાલને મળ્યા સીએમ કેજરીવાલ, પૂછ્યો ટ્રેનિંગનો અનુભવ

CM કેજરીવાલ સિંગાપુરથી પાછા આવેલા પંજાબના પ્રિન્સિપાલને મળ્યા અને કહ્યુ કે મને લાગે છે કે જો સરકારોનો ઈરાદો સાચો હોય તો જે શિક્ષણ સરકાર આપી શકે છે, તે ખાનગી શાળાઓ ક્યારેય આપી શકશે નહીં.

દિલ્લીમાં સરકારી શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાની પરવાનગી ન મળવાનો મામલો હજુ ખતમ થવાનુ નામ નથી લેતો. સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે સિંગાપોરથી પરત ફરેલા પંજાબના પ્રિન્સિપાલ સાથે દિલ્લીની સરકારી શાળામાં અનુભવ સાંભળ્યો અને એલજી પર જોરદાર નિશાન સાધ્યુ. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લી બાદ પંજાબમાં પણ શિક્ષણ ક્રાંતિ શરૂ થઈ છે. આપણે સાથે મળીને દિલ્લી અને પંજાબની શાળાઓને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓ બનાવવાની છે. છેલ્લા 75 વર્ષમાં પંજાબની કોઈ પણ સરકારે શિક્ષકોને વિદેશમાં તાલીમ માટે મોકલ્યા નથી કારણ કે શિક્ષણ તેમની પ્રાથમિકતા ન હતી.

Arvind Kejriwal

પંજાબની આપ સરકારે તેમના પ્રિન્સિપાલને ટ્રેનિંગ માટે સિંગાપુર મોકલીને સંદેશ આપ્યો છે કે અમારી સૌથી મોટી પ્રાથમિકતા શિક્ષણ છે. જ્યાં સુધી શિક્ષકો અને આચાર્યોની અંદર સકારાત્મક ઉર્જા ન આવે ત્યાં સુધી સરકારી શાળાઓ સુધારી શકાતી નથી. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો સરકારોનો ઈરાદો સાચો હોય તો જે શિક્ષણ સરકાર આપી શકે છે, તે ખાનગી શાળાઓ ક્યારેય આપી શકે નહિ. એવન્યુ સરકારી શાળામાં આયોજિત 'એક્સપિરિયન્સ શેરિંગ સેશન' હેઠળ સિંગાપોરમાં તાલીમ લઈને પરત ફરેલા પંજાબના આચાર્યો અને સિંગાપોર, કેમ્બ્રિજ અને ફિનલેન્ડમાં તાલીમ લીધેલ દિલ્લીની સરકારી શાળાઓના આચાર્યો સાથે વાતચીત કરી.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આપણે ત્યાં રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત દરેક બાબતને પ્રાથમિકતા અપાઈ છે પરંતુ સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોના શિક્ષણને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. અમે શિક્ષણમાં પૈસા ખર્ચીશુ, અમે અમારા શિક્ષકો, આચાર્યને તૈયાર કરીશુ અને તેના માટે પૈસાની કોઈ કમી નહિ રહે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને એક વર્ષ થઈ ગયુ છે અને હજુ સુધી પંજાબના શિક્ષણ મંત્રી વિદેશ ગયા નથી પરંતુ પંજાબના પ્રિન્સિપાલ વિદેશમાં આવ્યા છે.

હાલમાં પંજાબના 36 આચાર્યો વિદેશ જઈને આવ્યા છે. અત્યાર સુધીમાં અમારા 1100થી વધુ શિક્ષકો અને આચાર્યો વિદેશથી દિલ્લીમાં તાલીમ લઈને આવ્યા છે. તેમણે કહ્યુ કે આ સિવાય આઈઆઈએમસી અને અન્ય સંસ્થાઓમાં હજારો શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ખાનગી શાળાઓમાં પણ દિલ્લીની સરકારી શાળાઓ જેવી સુવિધાઓ નથી. મને લાગે છે કે જો સરકારોનો ઈરાદો સાચો હોય તો જે શિક્ષણ સરકાર આપી શકે છે, તે ખાનગી શાળાઓ ક્યારેય આપી શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X