For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીત બાદ હનુમાન મંદિર પહોંચ્યા કેજરીવાલ, 14 ફેબ્રુઆરીએ લઈ શકે છે શપથ

મીડિયામાં એવા સમાચારો છે કે કેજરીવાલ 14 ફેબ્રુઆરીએ એક વાર ફરીથી શપથ લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્લીમાં સતત ત્રીજા જીત મેળવ્યા બાદ મંગળવારે સાંજે કનૉટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર પહોંચ્યા છે. આ પહેલા તેમણે પાર્ટી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તે આ મહિનામાં ચોથી વાર આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. વળી, મીડિયામાં એવા સમાચારો છે કે કેજરીવાલ 14 ફેબ્રુઆરીએ એક વાર ફરીથી શપથ લઈ શકે છે.

હનુમાન મંદિર પહોંચ્યા કેજરીવાલ

હનુમાન મંદિર પહોંચ્યા કેજરીવાલ

દિલ્લી ચૂંટણીમાં ભારે જીત મળ્યા બાદ મંગળવારે સાંજે સીએમ અરવિંદ કેજરીવાલ એક વાર ફરીથી કનૉટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની સુનીતા કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહના પત્ની પણ હાજર હતા. આ ચોથી વાર છે જ્યારે તે આ મહિને હનુમાન મંદિર પહોંચ્યા છે. નામાંકન પહેલા તે મંદિર ગયા હતા ત્યારબાદ ચૂંટણી પ્રચારની વચ્ચે તે મંદિર પહોંચ્યા હતા ત્યારબાદ તે મતદાનવાલા દિવસે પણ હનુમાન મંદિર પહોંચ્યા હતા.

કેજરીવાલે કહ્યુ, 'આઈ લવ યુ'

શાનદાર જીતને ભારતની જીત ગણાવીને કેજરીવાલે કહ્યુ કે દિલ્લી વિધાનસભા ચૂંટણીથી એક નવા પ્રકારની રાજનીતિની ઉભરી છે. સ્કૂલ, હોસ્પિટલ બનાવનાર અને સતત સસ્તી વિજળી આપનાર પાર્ટીને લોકોએ ગિફ્ટ આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આપ મુખ્યાલયમાં જશ્નમાં ડૂબેલા સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તાઓને સંક્ષિપ્તમાં કેજરીવાલે કહ્યુ, આઈ લવ યુ.

14 ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે

14 ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે

તેમણે કહ્યુ, આ દિલ્લીના લોકોની જીત છે, જેમણે મને પોતાનો દીકરો માન્યો...હનુમાનજીએ મને આશીર્વાદ આપ્યા. ભગવાન મને દિલ્લીના લોકોની સેવા કરવાની વધુ તાકાત આપે. વળી, મીડિયા રિપોર્ટ્સ મુજબ અરવિંદ કેજરીવાલ એકવાર ફરીથી સીએમ તરીકે 14 ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે. આ પહેલા 2015માં પણ અરવિંદ કેજરીવાલે 14 ફેબ્રુઆરીએ શપથ લીધા હતા.

આ પણ વાંચોઃ આપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈઆ પણ વાંચોઃ આપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈ

English summary
delhi cm Arvind Kejriwal reaches Hanuman Temple at Cannaught Place to offer prayers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X