For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણ અને દિલ્લીની જનતાના વિરોધમાં

સુપ્રીમ કોર્ટે પોલિસ સહિત એન્ટી કરપ્શન બ્યુરોનો અધિકાર કેન્દ્રને આપ્યો છે. ત્યારબાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકાર સામે એલજી મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એ કે સીકરીની આગેવાનીવાળી બેંચે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો. આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પોલિસ સહિત એન્ટી કરપ્શન બ્યુરોનો અધિકાર કેન્દ્રને આપ્યો છે. ત્યારબાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે. ચુકાદા બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા. ચુકાદા બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને જનતા અને લોકતંત્રના વિરુદ્ધમાં ગણાવ્યો. કેજરીવાલે કહ્યુ કે જ્યારે તેમની કોઈ પ્રકારનો અધિકાર જ નહિ હોય તો તે દિલ્લીમાં સરકાર કેવી રીતે ચલાવશે.

kejriwal

કેજરીવાલે પ્રેસને સંબોધિત કરતા કહ્યુ કે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યુ છે તે ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે અને દિલ્લીના લોકો સાથે બહુ મોટો અન્યાય છે. અમે સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છીએ પરંતુ આ ચુકાદો દિલ્લી અને દિલ્લીના લોકો માટે અન્યાય છે. જો કોઈ અધિકારી કામ નહિ કરે તો સરકાર કેવી રીતે ચાલશે. અમને 70માંથી 67 સીટો મળી પરંતુ અમે ટ્રાન્સફર-પોસ્ટિંગ નથી કરી શકતા.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે મુખ્યમંત્રી પાસે એક ચપરાસીની પણ ટ્રાન્સફર કરવાનો પાવર નથી આ ખોટુ જજમેન્ટ છે. શીલા દીક્ષિતનું હું બહુ સમ્માન કરુ છુ તેમણે મારી મદદ કરવા ઈચ્છી. તેમણે જેટલા કામ પોતાના કાર્યકાળમાં કર્યા તેનાથી વધુ અમારા 4 વર્ષમાં કર્યા છે. જો અમારી પાસે કોઈની ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો જો એસીબી અમારી પાસે નહિ હોય તો અમે શું કાર્યવાહી કરીશુ.

કેજરીવાલે કહ્યુ કે જે પાર્ટીને 3 સીટ મળી તેની પાસે ટ્રાન્સફર-પોસ્ટિંગનો પાવર હશે. આ કેવુ જનતંત્ર છે. આ કેવો ઓર્ડર છે. જો બધી તાકાત વિપક્ષી પાર્ટીને આપી દેવામાં આવે તો તે કામ જ નહિ કરવા દે. તેમણે કહ્યુકે જો દિલ્લીમાં કોઈ ભ્રષ્ટાચાર કરે તો તેમને તેમના પર કાર્યવાહી કરવા માટે ભાજપ પાસે જવુ પડશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણ અને લોકોની અપેક્ષાઓની વિરુદ્ધમાં છે. કેજરીવાલે કહ્યુ કે આની ચાવી દિલ્લીની જનતા પાસે છે.

અમારી પાસે રિવ્યુ ઓપ્શન છે. જો અમારે ફાઈલ ક્લિયર કરવા માટે એલજી ઓફિસમાં ધરણા કરવા પડે તો સરકાર કેવી રીતે ચાલશે. આ લોકસભા ચૂંટણીમાં તમે પીએમ બનાવવા માટે મત ન આપતા. આ વખતે તમે દિલ્લીને પૂર્ણ રાજ્યનો અધિકાર અપાવવા માટે મત આપજો. દિલ્લીના લોકો અમને સાતે સીટો પર વિજય અપાવશે તો અમે વચન આપીએ છીએ કે અમે દિલ્લીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે કેન્દ્રને બાધ્ય કરી દઈશુ. અમારા મનમાં દેશ માટે ચિંતા છે. 5 વર્ષમાં દેશની અંદર ભાઈચારાને ખતમ કરવામાં આવ્યો. નોટબંધી કરવામાં આવી, લાખો લોકો બેરોજગાર થયા. બધા ઈન્સ્ટીટ્યુશન ખતમ કરી દેવામાં આવ્યા છે.

English summary
Delhi Cm Arvind Kejriwal says Supreme Court verdict against Constitution, I can't even transfer a peon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X