દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના વાયરસથી સંક્રમિત, ઘરમાં થયા આઈસોલેટ
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ખુદ મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યુ કે તે કોરોના વાયરસ બિમારી(કોવિડ-19)થી પૉઝિટિવ છે. આમ આદમી પાર્ટી(આપ) પ્રમુખ અરવિંદ કેજરીવાલ ઘરમાં આઈસોલેટ છે. અરવિંદ કેજરીવાલને કોવિડ-19ના હળવા લક્ષણ છે.
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ, 'મને કોરોના સંક્રમણ થયુ છે, લક્ષણો હળવા છે, મે હાલમાં ખુદનને ઘરમાં આઈસોલેટ કરી લીધો છે. છેલ્લા અમુક દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે ખુદને આઈસોલેટ કરી લે અને કોરોના ટેસ્ટ કરાવી લે.'
છેલ્લા પાંચ દિવસમાં કયાં-ક્યાં ગયા અરવિંદ કેજરીવાલ
1. 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં જનસભા કરી.
2. 2 જાન્યુઆરીએ લખનઉમાં જનસભા કરી.
3. 1 જાન્યુઆરીએ અમૃતસરમાં, રામ તીર્થ મંદિરમાં પહોંચ્યા.
4. 31 ડિસેમ્બરે પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં શામેલ થયા.
5. 30 ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રાનો હિસ્સો હતા.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે સોમવારે પોતાની પાર્ટીના પ્રચાર માટે ઉત્તરાખંડ ગયા હતા. દેહરાદૂનમાં સીએમ અરવિંદ કેજરીવાલે નવપરિવર્તન સભાને સંબોધિત કરી હતી. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રવિવારે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના લખનઉમાં એક રેલી કરી હતી.
તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં સોમવારે કોરોનાના 4099 નવા દર્દી મળ્યા હતા. વળી, સંક્રમણનો દર હવે 6.46 ટકા પહોંચી ગયો છે. 1509 દર્દી રિકવર પણ થયા. આ પહેલા રવિવારે દિલ્લીમાં કોરોના વાયરસનો સંક્રમણનો દર સાડા ચ3ર ટકાથી વધુ રહ્યો. રવિવારે દિલ્લીમાં કોરોનાના 3194 નવા કેસ સામે આવ્યા હતા જે લગભગ 7 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ હતા.
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022